Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્કાઉન્ટર:કોઇ પૂછે, ‘કેમ છો’ ના જવાબમાં ‘મજામાં’ જ કેમ કહેવાય છે?

    1 week ago

     કોઇ પૂછે, ‘કેમ છો’ ના જવાબમાં ‘મજામાં’ જ કેમ કહેવાય છે? (ચેતના ઝાલા, ગીરસોમનાથ) - વધારે લોહી ના પીએ, એટલે!  પિત્ઝાને ઠંડા ન ખવાય ને જીજાજીને ગરમ ન કરાય! સાચું શું? (ડૉ.મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ) - હા, પણ એટલા માટે જીજાને ગરમ તાવડી પર તો ન શેકાયને?  પત્નીને ઘરની લક્ષ્મી કહેવાય તો પ્રેમિકાને? (મહાસુખ દરજી, અમદાવાદ) - પત્નીને પ્રેમિકા જેટલું વહાલ ને પ્રેમિકાને એટલી તરછોડી જુઓ...!  ‘મગજ છટકવું’ એમાં ખરેખર શું છટકતું હોય છે? (ડૉ. સંકેત શેઠ, કરમસદ) - છટકવા માટે એક જ અંગ છે, મગજ! કોઇની બગલ કે ઢીંચણ છટકવાનું સાંભળ્યું?  શું સેવા ખરેખર તન, મન અને ધનથી થઇ શકે ખરી? (અમૃત સોલંકી, બોટાદ) - પાર્ટી એવી નીકળે તો ‘ગન’થીય થઇ શકે!  હવે વધેલાં ‘સૅનિટાઈઝર’ અને ‘માસ્ક’નું શું કરવાનું? (હિતેશ દમણીયા, સુરત) - પહેલાવાળું લાઇફ ટાઇમ કામમાં આવે ને બીજાવાળું લાઇફને છુપાવવા કામ આવે!  લગ્નના રીતીરિવાજો કેમ બદલાઇ ગયાં છે? (કિરણ મોવડીયા, માણસા) - વર-વહુ ન બદલાય ત્યાં સુધી જલસા કરો, જેન્તીલાલ!  ટેસ્ટ-મૅચમાં ‘ફ્રી-હિટ’ કેમ અપાતી નથી?(શિવમ યાજ્ઞિક, રાજકોટ) -· એકેય ઍન્ગલથી હું તમને મફતિયો લાગ્યો?  ‘વૉટ્સ ઍપ’ કંકોતરીના જવાબમાં ચાંદલો વૉટ્સઍપથી થાય? (હર્ષ હાથી, રાજકોટ) - તમારું ચાલે તો તમે તો લગ્નોય વૉટ્સઍપથી કરાવો!  સરકાર તરફથી ‘લાડલી બહેન’ને દર મહિને રૂપિયા મળશે, તો ‘લાડકા બનેવી’ને? (શશિકાંત મશરૂ, જામનગર) - આખેઆખી બહેન તો આપી દીધી....!  દેશમાં વિવિધ પશુઓની ગણતરી કેમ થાય છે? (સુનીલ વર્મા, અમદાવાદ) - તમારો વાંધો દસ દિવસમાં સરકારી દફ્તરે નોંધાવો.  પત્ની પિયર ગયા પછી ‘વર્ક ફ્રોમ હોમ’ કેવી રીતે કરવું? (સ્મિત આચાર્ય, અમદાવાદ) - પાડોશમાં સંબંધો માત્ર સારા નહીં, વિકસાવો પણ ખરા!  ‘માગ્યા વિના મોતેય મળતું નથી’... ભાવાર્થ? (જીતેન્દ્ર કેલા, મોરબી) - આપણા લોકોની ‘માગવાની’ ટેવો હજી ગઇ નહીં!  ‘બે વાર માપવું અને એક વાર કાપવું’, એ વાત ક્યાં સટીક બેસે છે? (પ્રવીણ મહેતા, કેશોદ) - એકેય ઍન્ગલથી હું તમને દરજી લાગ્યો?  પ્રેમમાં પડ્યા પછી શું કરવાનું?(જસવંત લિમ્બાચીયા, કપડવંજ) - સૂઇ જવાનું...! (ઘસઘસાટ નહીં!)  તમે આટલા કટાક્ષમાં જવાબો કેમ આપો છો? તકલીફ પડે છે, સમજવામાં! (ક્રિષ્ના ઍમ.વડોદરા) - બેન, મારાં અઢારેય અંગ વાંકાં છે!  બૉર્ડની પરીક્ષામાં તમારે કેટલા ટકા આવ્યા હતા?(હર્ષ પરમાર, બોટાદ) - 52.8 ટકા. (ચોરી સાથે)  પહેલા જવાબનું મહત્ત્વ હતું… હવે સવાલનું, કારણ કે હવેથી સવાલો ‘બૉલ્ડ’માં આવે છે!(હેમન વ્યાસ, ભુજ-કચ્છ) - પૂછનારાઓ મારા કરતાં વધુ બૉલ્ડ હોય છે!  માત્ર વ્યાજની કમાણી ઉપર જીવતા લોકોને શું કહેશો? (રક્ષિત શાહ, અમદાવાદ) - ધનવાન.  ‘પ્રેમ’ કોણે શોધ્યો હતો?’ એના જવાબમાં તમે ભગવાન શ્રીકૃષ્ણ લખ્યું હતું. જવાબ ખૂબ ગમ્યો!(અમી દરજી, કલોલ) - ભગવાન શ્રીકૃષ્ણ આપણને સહુને ગમે છે.  દેશમાં વધુ ને વધુ લાફિંગ ક્લબો ન હોવી જોઇએ? (હંસા ભરૂચા, વિરાર-મુંબઇ) - એટલું તો એટલું… લોકો હસી શકે છેને?  મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કરવાની મનાઈ કેમ હોય છે? (પ્રકાશ મોવડીયા, માણસા) - ભગવાન કેટલી વાર મોંઢું હસતું રાખે?  શું ટાલિયા પાસે દાંતિયો (કાંસકો) હોય? (યોગેશ શાંતિ પટેલ, વડોદરા) અને (દેવાંગ વ્યાસ, અમદાવાદ) - માથે ખણવા માટે ખિલ્લા તો ન રખાયને?  ભેંસની પાસે અક્કલની વિસાત કેટલી?(મુકેશ પરમાર, અમદાવાદ) - મને વિશ્વાસ છે, શહેરની કોઇ પણ ભેંસ કરતા તમારી અક્કલ વધારે હશે!  આમિર ખાન ‘પરફેક્શનિસ્ટ’ કહેવાય? એકેય લગ્ન તો ફળ્યાં નહીં...! (પરેશ અંતાણી, રાજકોટ) - ભોગ એના...!  ઘર વસી ગયા પછીય હસીએ તો બીજું ઘર વસે? (ડૉ. ગિરીષ દ્વિવેદી, વડોદરા) - આમાં તો લોકો બીજું કાંઇ સમજી બેસે!  ‘ઍન્કાઉન્ટર’માં વધારે સવાલો પુરુષોના જ કેમ હોય છે? (વંદના વસાવા, સુરત) - નવાઇ તો મનેય લાગે છે! સવાલો ‘ઊભા કરવાની’ આદત તો સ્ત્રીઓની હોય!  ખરાબ અક્ષર અધૂરી કેળવણી છે, તો ડૉક્ટરો પાસે ઈલાજ કરાવવા જવાય? (ઈશાન કનુ જોશી, વડોદરા) – હવે તો મોટા ભાગના ડૉક્ટરોના અક્ષરો મારા કરતાંય સારા હોય છે!  સોનાના ભાવો સાંભળીને રડી પડાય છે...!(શરદ મહેતા, મહુવા) - તમે ચિંતા ના કરો. એ તો જેને લેવું હોય એ રડે!  કેસૂડાને બદલે ગુલાબની કળી પર બેસી ફાગણ લહેરાય તો? (પ્રતિજ્ઞા ચોરસીયા, મેહસાણા) - બેન.....કોઇ પણ ઍન્ગલથી હું તમને કવિ જેવો લાગ્યો?  પત્રમાં તમને ફૂલ મોકલવાને બદલે અમે તો ઈ-મૅલથી સવાલ મોકલીએ છીએ....! (રાજેન્દ્ર ઓઝા, જામનગર) - ભાઆ...ય, હવે પહેલાં જેવા વાચકોય ક્યાં રહ્યા છે? પહેલાં તો લોકો શૂટનું કાપડ મોકલતા’તા!  શું હવે સંબંધો ઉપરેય ટૅક્સ લાગશે?(રાજેશ સિનરોજા, રાજકોટ) - બસ. વાઇફને ખબર નહીં પડવા દેવાની!  રવિવારે શું કરતા હો છો?(અમિત કંસારા, સમઢીયાળા-મેંદરડા) - તમારે વિચારવું જોઇએ કે, હકી મારા લેખો વાંચે છે!  હમણાં હમણાંથી ‘ઍન્કાઉન્ટર’માં ડૉક્ટરોના સવાલો વધી ગયા નથી? (ધ્વનિ કલ્પેશ શેલાર, અમદાવાદ) - ઓહ યસ. જરા તપાસી જુઓ, આજે કેટલા ડૉક્ટરો છે?  મારે લગ્ન કરવા છે. કરાય કે નહીં?(પ્રફુલ્લ કોઠારી, જૂનાગઢ) - કુંવારા હતા ત્યારે મને પૂછ્યું હતું?  ભણતર હોય પણ ગણતર ન હોય, એનું શું થાય? (નૂતનકુમાર ભટ્ટ, સુરત) - ચણતરના ધંધામાં ઝંપલાવાય!
    Click here to Read More
    Previous Article
    માય સ્પેસ:મેરિટલ રેપઃ સ્ત્રીના અધિકાર સામે પતિનો હક
    Next Article
    મજાતંત્ર:યુદ્ધ વચ્ચે... વાહ ક્યા કેરોસીન હૈ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment