Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રેઇટ ડ્રાઇવ:સાથીનું સૂચન

    1 week ago

    અપૂર્વ ભટ્ટ વાત 1965ની છે. ઇંગ્લેન્ડની ટીમ એશીઝ સિરીઝ માટે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડી રહી હતી.આ શ્રેણીની પ્રથમ મેચમાં બ્રિસબેનના ગાબ્બા સ્ટેડિયમ ખાતે એક નવયુવાને ઑસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં પદર્પણ કર્યું. યુવાન ખેડૂત પરિવારમાંથી આવતો હતો અને ખડતલ શારીરિક બાંધો ધરાવતો હતો. પોતાની પ્રથમ મેચમાં જ આ યુવાને આક્રમક 155 રન બનાવી બધાનું ધ્યાન ખેંચ્યું. તો બીજી જ ટેસ્ટમાં વધુ એક શતક ફટકારી દીધું. ક્રિકેટના તજજ્ઞોને તેનામાં બીજા બ્રેડમેનની ઝલક દેખાઇ, પણ આ યુવાનને ક્રિકેટમાં કારકિર્દી નહોતી બનાવવી. તેનું ધ્યેય આર્મીમાં જોડાઇને દેશસેવા કરવાનું હતું. આથી 1966માં બધાના આશ્ચર્ય વચ્ચે તેણે ક્રિકેટ છોડી આર્મીમાં ભરતી થવાનો નિર્ણય લીધો. તેના સાથી ખેલાડીઓ રિચિ બેનો- બિલ લોરીએ તેને ખૂબ સમજાવ્યો પણ યુવાન ટસનો મસ ન થયો. 1966માં સૈન્યમાં જોડાયા પછી લશ્કરની આકરી તાલીમ વચ્ચે સાંજે જ્યારે સમય મળે ત્યારે પોતાના સાથી જવાનો સાથે યુવાન થોડું ક્રિકેટ રમી લેતો. બેટ તો હતું નહીં પણ સાથે લાવેલા બોલને રાઇફલના કુંદા વડે ફટકારતો. તેની રમત જોઈ એક સૈનિક તેનો ખાસ મિત્ર બની ગયો. તે હંમેશાં તેને કહેતો, ‘લશ્કરમાં જવાનો તો ઘણા મળશે પણ તારા જેવો ક્રિકેટર દેશને નહીં મળે.’ 1967માં આ લશ્કરી ટુકડીને વિયેતનામમાં એક સ્પેશિયલ કામગીરી માટે મોકલવામાં આવી. આ યુવાનનો પણ તેમાં સમાવેશ થયો હતો. વિયેટનામી ગેરીલા સાથેના ગૃહયુદ્ધમાં યુવાન જીપમાં આગળ બેસી ગાઢ જંગલના રસ્તે આગળ વધતા હતા. યુવાનનો ખાસ મિત્ર ખુલ્લી જીપમાં પાછળ બેઠો હતો. રસ્તામાં લઘુશંકા કરવા મિત્રે જીપ ઊભી રખાવી. ત્યારબાદ આ મિત્રે જગ્યા બદલી અને પોતે આગળ યુવાનની જગ્યાએ બેઠો અને યુવાનને પોતાની જગ્યાએ પાછળ બેસવા કહ્યું. જીપ જેવી ચાલુ થઈ અને થોડી આગળ વધી એ સાથે જ સનનન કરતી એક ગોળી ઝાડીમાંથી આવી અને યુવાનની જગ્યાએ બેઠેલા મિત્રની ખોપરી આરપાર નીકળી ગઈ. બધા સ્તબ્ધ અને સતર્ક બની ગયા અને હિંમતથી વિયેટનામી ગેરીલાનો સામનો કર્યો. પણ આ ઘટનાનો ઊંડો આઘાત આ યુવાનને લાગ્યો. તેને એ મિત્રના શબ્દો ફરી યાદ આવ્યા કે તું ક્રિકેટ આટલું સરસ રમે છે તો દેશની ક્રિકેટ ટીમમાં રહીને પણ દેશની સેવા કરી શકે છે. તેને સતત એવું લાગ્યું કે પોતાના જીવન માટે આ મિત્રે શહીદી વહોરી લીધી. યુદ્ધની નિરર્થકતા તેને સમજાઈ ગઈ. ઑસ્ટ્રેલિયા પાછા ફર્યા બાદ મિત્રના શબ્દોને યથાર્થ કરવા આ યુવાને ફરી ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં 1968માં પુનરાગમન કર્યું અને આક્રમક બેટ્સમેન તારીખે ખૂબ ખ્યાતિ પામ્યા. આ યુવાન એટલે ઑસ્ટ્રેલિયાના મહાન બેટધર ડગ વોલ્ટેર્સ. તેમણે ઑસ્ટ્રેલિયા માટે 74 ટેસ્ટ રમી 15 સદી ફટકારી. પોતાનો સર્વોચ્ચ સ્કોર 250 રન તેમણે ક્રાઇસ્ટ ચર્ચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બનાવ્યો જે પોતાના સાથી શહીદ જવાનને અર્પણ કર્યો.
    Click here to Read More
    Previous Article
    હિડન ટ્રુથ:ભાનામતિ : અદૃશ્ય શક્તિનો ઉત્પાત
    Next Article
    દેશ-વિદેશ:અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment