Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિડન ટ્રુથ:ભાનામતિ : અદૃશ્ય શક્તિનો ઉત્પાત

    1 week ago

    જયેશ દવે ભાનામતિ. આ શબ્દ જરા અજાણ્યો લાગે પરંતુ જેને આપણે ભૂત-ચેષ્ટાઓ કહી શકીએ તેવી ઘટનાઓ માટે આ શબ્દ વાપરવામાં આવે છે. ભૂત-ચેષ્ટાઓ એટલે કોઈ જ દેખીતા ભૌતિક કારણ વગર બનતી ઘટનાઓ. આને કોઈ અદૃશ્ય શક્તિનો ઉત્પાત પણ ગણવામાં આવે છે. મૂળ વાત એ કે, જે આવી ઘટનાઓ પાછળ વૈજ્ઞાનિક ખુલાસો કે આધારભૂત કારણ મળ્યું નથી તેને ‘ભાનામતિ’ અને અંગ્રેજીમાં ‘પોલ્ટરજીસ્ટ એક્ટિવિટી’ કે ફિનોમિના તરીકે ઓળખવામાં આવે છે. વિકીપીડીયા મુજબ આ મૂળ જર્મન શબ્દ છે અને તેનો અર્થ ‘નોઈઝી ઘોસ્ટ-ધમાલિયું ભૂત’ એવો થાય છે. ફિલ્મમાં અને સિરીઝોમાં બતાવવામાં આવે છે કે કોઈ ભૂતિયા સ્થળ પર અચાનક જ વસ્તુઓ આપોઆપ ફેંકાવા લાગે, વીજળીનાં બલ્બ-લાઈટ આપોઆપ લબૂકઝબૂક થવા લાગે, ટેબલ ખુરશી આમથી તેમ ખેંચાવા લાગે. થોડી મિનિટોના આ ઉત્પાત પછી કોઈ ભૂત-પ્રેત દેખાય અને ડરામણો માહોલ સર્જાય. આપણને મજા કરાવવા ફિલ્મ સર્જકો બે-ત્રણ પ્રકારની બાબતો એકસાથે રજૂ કરે છે પરંતુ ‘ભાનામતિ’ એક અલગ પ્રકારની ગતિવિધિ છે. ‘પોલ્ટરજીસ્ટ એક્ટિવિટી’ તરીકે ઓળખાતી ઉત્પાતની આ ઘટનાઓ ભૂત દેખાવા કરતાં વધુ ડરામણી હોય છે. ‘ભૂલ ભુલૈયા’ ફિલ્મની ‘ભાનામતિ’ની ઘટના યાદ કરીએ. બધા ઊભા હોય છે અને અચાનક એક ભારેખમ કબાટ નીચે પડી જાય છે. આ કામ મંજુલિકાના આત્માએ કર્યા હોવાનું સહુ માની લે છે પરંતુ રહસ્ય ખૂલતા વિદ્યા બાલન દ્વારા આ કૃત્ય કરાયાનું બહાર આવે છે. આ તો ફિલ્મની વાત થઈ પરંતુ વાસ્તવમાં પણ આવી અનેક ઘટનાઓમાં કોઈ વ્યક્તિ સભાન અથવા તો અભાન અવસ્થામાં આ કરતી હોવાનું સાબિત થાય છે. ઘણાં સ્થળોએ કોઈ એક દિશામાંથી સતત પત્થરો ફેંકાવાની ઘટનાઓના સમાચારો સમયાંતરે આવતા હોય છે અને તેમાં ભૂત ઉત્પાત નહીં પરંતુ માનવ તોફાન હોવાનું સાબિત થતું હોય છે. કેટલીક ઘટનાઓ સાચે જ રહસ્યમય હોય છે. બ્રાઝિલના પ્રતિષ્ઠિત દૈનિક પત્ર ‘ઓ ક્રૂજીરો’માં એક સમાચાર પ્રસિદ્ધ થયા હતા. અખબારના પ્રતિનિધિઓએ જાતે હાજર રહી જોયેલી આ ઘટના મુજબ સાઓપાઉલો રાજ્યના ઈટાપિકા નગરના એક ખેડૂત સિડકાન્ટોના ઘરે સાંજ પછી પત્થરોનો મારો થતો. કોઈ એક દિશામાંથી નહીં પરંતુ ચોતરફથી પત્થર પડતા અને આ પત્થરો ખેડૂત પરિવારને નિશાન બનાવતા હોય તેમ ઘરના સભ્ય ને ઈજા પહોંચાડતા. તાંત્રિક - માંત્રિક આવ્યા પણ ઉત્પાત ન અટક્યો. પોલીસને જાણ કરી પરંતુ તેઓ પણ કશું જાણી શક્યા નહીં. સમાચારો પ્રસિદ્ધ થતા યુરોપથી પણ પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટર્સ આવ્યા પરંતુ રહસ્ય જાણી શકાયું નહીં અને સમય જતાં ઘટનાઓ ક્રમશઃ ઘટીને બંધ થઈ ગઈ. કોઈ અદૃશ્ય શક્તિ ભૌતિક વસ્તુઓ પર નિયંત્રણ કરી કેવો ઉત્પાત મચાવી શકે છે તેની નોંધ એ. એસ. પી. આર. (અમેરિકન સોસાયટી ઓફ સાઇકિક રિસર્ચ)ની ઓક્ટોબર, 1973ની જર્નલમાં પરામનોવૈજ્ઞાનિક ઝેરોબ દ્વારા કરાયેલી છે.‌ તેમને મળેલા આધારો મુજબ તેમણે નોંધ્યું છે કે, 1892-93ના સમયમાં પૂર્વ જાવાના સૂરખાયા શહેરમાં જે. બિશૉફ નામના એક અધિકારીના ઘરમાં પ્રેત ઉત્પાતની આશ્ચર્યજનક ઘટનાઓ જોવા મળી હતી. એક રાત્રે બિશૉફનો દીકરો જોન અને દીકરી બેટસી પોતાના રૂમમાં સૂતાં હતાં ત્યારે તેમના પર પત્થર આવવા લાગ્યા. બંનેએ બૂમાબૂમ કરતાં તેમની માતા દોડી ગયાં અને સાથે સૂતાં. ભાઈ-બહેન સૂઈ ગયાં પછી ઘટના ન બની પરંતુ બીજા દિવસે ફરી આવી જ ઘટના બની. આ ક્રમ સતત ચાલ્યો અને ઘરમાંની વસ્તુઓ પણ ફંગોળાઈ નીચે પડવા લાગી. શૌચાલયમાંથી ગંદકી ઊડીને બેટસી પર સહિતની ઘટનાઓ પણ બનતી. પોલીસની હાજરીમાં પણ આવી ઘટનાઓ બની અને પોલીસે રિપોર્ટમાં નોંધ્યું છે કે, ગમે તે દિશામાંથી પત્થરો આવતા અને જોન તથા બેટસી ભાગે તો પણ તેનો પીછો કરતા અને ઈજા પહોંચાડતા. જે પત્થરો પર નિશાની કરી ઘરથી દૂર ફેંકી દીધા હોય તે ફરી પાછા અંદર આવતા હતા! પત્થર પોતે સજીવ હોય તેમ કોઈનો પીછો કરે, જ્યાં હોય ત્યાંથી ફરી ફરી એક જ સ્થળે જાતે પહોંચી જાય તે વાત ભૌતિક જગતના નિયમો મુજબ શક્ય નથી. આ બાબત જ આપણે જાણીએ છીએ તે વિજ્ઞાનથી પર કશું અજ્ઞાત છે તે તરફ ઈશારો કરે છે. ‘ભાનામતિ’ની સૌથી ચર્ચિત અને ખોફનાક ઘટનાની વાત આગળના ક્રમે કરીશું.
    Click here to Read More
    Previous Article
    રણમાં ખીલ્યું ગુલાબ:ઝાડનું એકેય પાન હવે ક્યાંથી હલે, તેં ખુલ્લા વાળ બાંધ્યાને બધી હવા રિસાણી છે!
    Next Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:સાથીનું સૂચન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment