Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરક મરક:‘ભાર રાખ્યા વિનાના ભણતર’ની જરૂર

    6 days ago

    ધ્રુવ બોરિસાગર દરેક વરિષ્ઠ નાગરિકને એક ચિંતા અવશ્ય થાય છે - ‘આ યુવાધનનું શું થશે?’ મારો જન્મ થયો ત્યારે ઘરમાં ખાસ કોઈ ઉજવણી થઈ ન હતી, કારણ કે મારા જન્મ અગાઉ મારા ભાવિ સરનામે ચાર પજવણીઓની ડિલિવરી થઈ ચૂકી હતી! ‘પેરેન્ટિંગ’ શબ્દ ત્યારે ચલણમાં જ નહોતો, એટલે અમારો ઉછેર ખુલ્લા મેદાનમાં થયો. આજનાં મા-બાપ તો વાડાબંધી, નાકાબંધી કરીને બાળઉછેર કરતાં હોવાથી ઊછરનાર ઉછળ્યા વિના ઊછરે છે! જેમ પૂછીને થાય નહીં પ્રેમ એમ પેરેન્ટિંગનાં પુસ્તકો વાંચીવાંચીને થાય નહીં ઉછેર! અમે સૂતા ન હતા તો ડર દેખાડવામાં આવતો હતો!’ હમણાં ટંકોરિયો બાવો આવીને અથવા પોલીસ આવીને તને ઉપાડી જશે’ (નાનપણથી જ મા-બાપ પોલીસ અંગેની છબી બાળકના મનમાં ખરાબ ચીતરતા હોય છે!) પરંતુ હવે તો ટંકોરિયા બાવાથી માંડીને પોલીસનું સ્થાન સુપર ડુપર મમ્મીઓએ લઈ લીધું છે, એટલે એની નજર માત્ર પડવાથી બાળક સાથે બાપા પણ આઘા-પાછા થઈ જાય છે! આજનાં મા-બાપ બાળકને ‘ભફ’ જ થવા દેતાં નથી તો પડવું, પડીને ઊભાં થવું - એને આવડવાનું જ નથી. અમારા તો ગોઠણ અને કોણી છોલાઈને એના પર કોઈ એક ટાપુનો નકશો કાયમ રહેતો! મહેમાન આવે એટલે અમે પાંચેય ભેગા મળીને અમારામાં ઠાંસીઠાંસીને ભરેલા વિવેક, એકતા અને ભાઈચારાનું શક્તિપ્રદર્શન કરતા હતા. અત્યારના રાજકીય પક્ષો કરે છે એમ જ, અમને પણ બાવડું ઝાલીને ‘હવે બહાર રમવા જાવ તો સારું’ કહી તગેડી મૂકવામાં આવતા હતા! પરંતુ ‘ચાલ તો બેટા, આમને તારી પૉએમ સંભળાવ તો કે કોઈ પ્રાણીની મિમિક્રી કરી બતાડ તો’ કહીને આજનાં મા-બાપ કરાવે એવા ખેલ અમને કરાવવામાં આવતા ન હતા! ‘અમારો પિન્ટુ ચિન્ટુ કરતાં ભણવામાં થોડો ઢીલો’ એવી સરખામણી કરીને પોતાના જ પ્રોડક્શન હાઉસને વગોવતા નહીં! માગણી સંતોષાય નહીં તો જરૂર પડે ધમપછાડા, ત્રાગાં અને પછી ઝીણી આંખે જોઈને એવું લાગે કે દાળ ગળતાં વાર લાગે એમ છે તો ધૂળમાં આળોટવાનું. કવિ આદિલ મન્સૂરીની ક્ષમાયાચના સાથે: ‘વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ (જેવી વસ્તુ) પછી ઉમ્રભર મળે ન મળે! મહેનત કરીને પ્રાપ્ત કરેલી વસ્તુનું મહત્ત્વ આજનાં બાળકોને ખબર જ નથી કારણકે, માગે એટલે વસ્તુ હાજર! બે મિનિટમાં તૈયાર થતી મેગી (‘મૅગી’ સ્ત્રીલિંગ હોવા છતાં બે મિનિટમાં તૈયાર થઈ જાય!) પણ અમને ભૂખ લાગે ત્યારે વધેલી રોટલી પર ઘી લગાડી, ખાંડ ભભરાવીને એક જ મિનિટમાં તૈયાર થતા રોટલીનાં ભૂંગળાં અમારી જાહોજહાલી હતી! ફાસ્ટફૂડ અને જંકફૂડ આવ્યા પછી દરરોજ સવારે ‘પેટ કરાવે વેઠ’ કહેવત જુદા અર્થમાં યાદ અપાવે છે! અમે દાદા ભેગા રહેતા (અત્યારે દાદા અમારી ભેગા રહે છે, એમ કહેવાય છે) દરેક દાદા માટે પૌત્ર છેલ્લો ભાઈબંધ હોય છે. હું કેટલો શરમાળ અને ડરપોક હતો, એની વાત મેં પૌત્રને કરી કે જે છોકરી સાથે એક જ બેન્ચ પર બેસીને સાત દિવસ બારમા ધોરણની પરીક્ષા આપી એ દરમિયાન તો એની સાથે હું કંઇ બોલી ન શક્યો એ તો સમજ્યા, પરંતુ, મેં જે કોલેજમાં પ્રવેશ મેળવ્યો એ જ કોલેજમાં એને પણ પ્રવેશ મળ્યો (બંને ઠોઠ હતાં, એવું કહેવાનું માંડી વાળ્યું) પહેલા દિવસે એક જ ક્લાસમાં ભેગા થયા તો પણ હું એની સાથે બોલી ન શક્યો. અનેક GF ધરાવનાર પૌત્રથી સહેવાયું નહીં એટલે તરત જ એણે કીધું ‘દાદા, તમે તો મારું નામ બોળ્યું’ પૌત્રનું નામ બોળનાર દાદો કદાચ હું પહેલો જ હોઈશ! થોડી વાત અમને શાળામાં બેસાડ્યા પછીની.. (જોકે, બેસવાને બદલે મારે તો સજા રૂપે શાળામાં ઊભા રહેવાના યોગ વધારે હતા) શાળામાં વર્ગખંડની બહાર ઉભો રાખવામાં આવતો હતો, એ દૃષ્ટિએ મારી અને એકલવ્યની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી (એક્સટર્નલ) રહી. ફેર માત્ર એટલો જ હતો કે ગુરુદક્ષિણામાં એકલવ્યને હાથનો અંગૂઠો આપવાનો વારો એક જ વાર આવ્યો હતો, જ્યારે મારે પગના અંગૂઠા પકડવાનો વારો વારંવાર પ્રાપ્ત થયો હતો! અમારા જમાનામાં શાળામાં ‘પેરેન્ટ્સ મીટિંગ’નું ચલણ પણ ન હતું. શિક્ષકોને અમારો જે કાંઈ પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનો હોય એ તરત જ અમારા ગાલ પર કચકચાવીને ચોપડી દેવામાં આવતો! કારણકે, શાળામાં ભરતી વખતે જ પિતાજી શિક્ષકને અધિકાર આપી દેતા ‘જરૂર પડે તો બે ધોલ (થપાટ) વધારે મારજો.’ શિક્ષકો પણ એમને મળેલા અધિકારનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા! એ જમાનામાં અમારાં મા-બાપ, પોતે જ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતાં હતાં એટલે બાળકોની કારકિર્દીની સ્પર્ધા અને અંગ્રેજી માધ્યમનો જન્મ થયો ન હતો! ‘ભાર વિનાના ભણતર’ને બદલે ‘ભાર રાખ્યા વિનાના ભણતર’ની અત્યારે તાતી જરૂર છે! આઈસ ક્યૂબ : પત્ની: ડબલ ઋતુને કારણે આજે સવારથી મારું નાક બંધ થઈ ગયું છે. પતિ : (સ્વગત) હે પ્રભુ! આ ડબલ ઋતુની અસર જીભ ઉપર કેમ થતી નથી!?
    Click here to Read More
    Previous Article
    જીવનના હકારની કવિતા:સાંજની ઝાલર... રાતનું પાદર…...
    Next Article
    થેન્ક યૂ:રાખો ચાવી આપણા સુખની, આપણા હાથમાં

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment