Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેન્ક યૂ:રાખો ચાવી આપણા સુખની, આપણા હાથમાં

    6 days ago

    ડો. જયેશ વાછાણી નમસ્તે, આનંદમાં હશો જ; કારણ કે આનંદમાં રહેવું એ તો આપણા હાથની વાત છે. તો હાથે કરીને કોણ દુ:ખી રહે! આશ્ચર્ય થયું ને? સાચી વાત ને? તો વિચારો; મોટે ભાગે આપણે દુ:ખી તો બીજાથી જ થઈએ છીએ એનો મતલબ એવો કે આપણે આપણા મૂડ મસ્તી મજાની ચાવી તો બીજાને આપી દીધી છે! લઈ લો પાછી એ ચાવી અને રહો એવા ટોક્સિક લોકોથી દૂર. એનું તમે ગમે તેટલું રાખશો, એમને મન તો હશે બધા સરખા! તમારી પ્રગતિ કે પ્રસિદ્ધિ એમનાથી સહન જ નહીં થાય, એમના સારા માટે પણ; તમારી આવડતનો ઉપયોગ કરતાં એ અચકાશે કારણ, એવું કરવાથી તો તમારું નામ થશે, તમે કર્યું ગણાશે ને’ એ તો એને પચે જ ક્યાંથી! પોતાનું નબળું થવા દેશે પણ તમને મોટા નહીં કરે! અને બીજાને મોટા કરી તમને નાના કરવાના એ તમામ કાવતરાં કરશે! એનું કોઈ નહોતું ત્યારે એની ઓડખાણ બીજાને તમે કરાવેલી એ ભૂલી જઈ; થડને અવગણી, ડાયરેક્ટ ડાળીઓ સાથે એ વધારશે. બીજાને સારું લગાડવા એ તમને ખોટું લગાડશે! પણ આવાઓથી ખોટું લગાડી, જાતે દુ:ખી ન થવાય. એમના માટે બોલાય મનોમન એક મંત્ર – ૐ ઇગ્નોરાય નમઃ - એમને ગણકારાય જ નહીં. ડોન્ટ હેટ, જસ્ટ ઇગ્નોર. અને હવે, આવા ટોક્સિક પીપલથી અંતર જાળવી બચેલા સમયમાં; ઉપાડો વાંચવા, દિવ્ય ભાસ્કર કે કોઈક પુસ્તક; જોઈ નાખો, સોફા પર આડા પડી એકાદ મૂવી કે સિરીઝ; મારી આવો આટો, ડેમના બંધારે કે રેસકોર્સની પાળીએ; ઊપડી જાવ જમવા, સરસ રેસ્ટોરન્ટમાં કે બનાવો ગમતી ડિશ જાતે કિચનમાં; કરો મદદ, સિવિલે જઈ અજાણ્યા પેશન્ટની કે ભણાવો સ્લમના કોઈ જરૂરિયાતમંદને; રહો ફેમિલી સાથે, સંતાનના ડાન્સ ફંક્શનમાં જઈ મારો સીટી કે માબાપ સાથે વળગો વાતે; જોડાઈ જાવ, કોઈ સામાજિક પ્રવૃતિમાં; નામના મોહ વગર બસ સંતોષ ખાતર. કરો આનંદ જાતે, જાત સાથે; જાત માટે અને રાખો ચાવી આપણા સુખની, આપણા હાથમાં; હંમેશાં.
    Click here to Read More
    Previous Article
    મરક મરક:‘ભાર રાખ્યા વિનાના ભણતર’ની જરૂર
    Next Article
    શબ્દસૌંદર્ય:સેના

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment