Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવનના હકારની કવિતા:સાંજની ઝાલર... રાતનું પાદર…...

    6 days ago

    પંખીઓએ કલશોર કર્યો, ભાઇ! ધરતીને સૂરજ ચૂમ્યો, કૂથલી લઇને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો, વનેવન ઘૂમ્યો.. ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો, શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણ્યો.. પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી, નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી, આવી દિગનારી.. તાળી દઇ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે, જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઇ દ્વારે દ્વારે, ફરી દ્વારે દ્વારે.. રાતડીના અંધકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં, કૂંચી લઇ અભિલાષની સોનલ હૈયે શમણાં ઢોલ્યાં, શમણાં ઢોલ્યાં.. - નિનુ મઝુમદાર સવારે કલરવ હોય. સાંજ ટાણે પંખીઓમાં કલશોર હોય. નિનુ મઝુમદાર ઉત્તમ સ્વરકાર અને કવિ. સાંજ ટાણે માણસ દિવસ આખાને સગેવગે કરતો હોય! એમ કુદરત પણ દિવસને સંકોરી લેવાનાં મૂડમાં હોય. આખા ગીતમાં સાંજનું સંગીત છે. સાંજનો ઉલ્લેખ કર્યા વગર કવિ સાંજની વાત કરે છે. સૂરજ દૂ...ર ક્ષિતિજ પર ધરતીને ચૂમે છે એ દૃશ્ય પવનની આંખમાં કૂથલી બને છે અને પવન આખા વનમાં ઘૂમીને સાંજને આવકારતો કહે છે. બે માણસ પ્રેમ કરે - એ સમાચાર નથી બનતાં! ધરતી અને સૂરજ એકબીજાને મળે છે, ભળે છે, ઓગળે છે, ત્યારે કુદરત માટે સમાચાર બને છે. ‘કૂથલી’ - શબ્દ ગવાઈને આવે છે. કવિતામાં કવિ એને સમાવે છે છતાંય કઠતો નથી! સૂરજે ધરતીને ચૂમી એ વાતની ખબર આગળ વધે છે. જાણે સામે ચાલીને અંતરાઓ કવિને લખાવે છે. સમાચાર પવન આખા વનમાં ફેલાવે છે પણ, હજુ અફવાનો આંચકો અકબંધ છે. ચૂમવાની ઘટના આખા વનમાં રોમાંચ ફેલાવે છે. સૂરજ અને ધરતીનો પ્રેમ છૂપો રહે? પ્રીતનો અર્થ સાંજ પડતાં જ કળી કળી સુધી પહોંચે છે. કળીઓ એમ બિડાય છે જાણે ધરતી ઘૂમટો ન તાણતી હોય? કહેવા છતાં અધૂરી રહેલી કહેવાની વાત આપોઆપ કહ્યા વિના જ પહોંચે છે, એકરાર પછીના પ્રેમની શરમ સૌંદર્યની વસંતનો રૂઆબ છે. ધરતી ઘૂમટો તાણે છે અને આકાશમાં તારાઓના ટમટમતા દીવા ચપોચપ પ્રગટે છે. અંતર અને અંતરાય બંને ઓગળી જાય છે. આભની આતુર આંખો જાણે જાણીતું પણ અજુગતું થયું હોવાના ભાવ સાથે આશ્ચર્ય પામતી છોકરીની જેમ દોડી આવે છે. કુદરતના આંગણામાં સૃષ્ટિની સમકક્ષ પ્રેમની સૃષ્ટિ રચાય છે. પ્રેમ હવે કૂથલીમાંથી સાચો ઠરે છે. જગત આખું સાંજ ટાણે રોમાંચક લાગે છે. છતો થયેલો પ્રેમ પોંખાય છે એટલે જ તીડો તાળી વગાડે છે, તમરાં સિસોટી વગાડતા હોય અને આગિયા લબૂકઝબૂક આંખથી અચરજને નિહાળતા હોય એવું લાગે છે. તીડો, તમરાં, આગિયાં - કવિતા વાંચનારી નવી પેઢીને કેમ સમજાવવા? કવિતામાં છે ત્યાં સુધી અમર જ રહેવાના! પ્રેમની વાતો અને પ્રેમ બંને આગળ વધે છે. સાંજ ખબર ન પડે એમ રાત બને છે. નીંદર અંતર ઉઘાડે છે. જે રૂ-બ-રૂમાં થવાનું બાકી છે એ બંધ પાંપણના શમણાંમાં દેખાવાનું શરૂ થાય છે. રાત્રે અંધકાર એક જ પણ તારાઓની સોગાત કેવી ટાઢક આપે છે આંખોને? એમ જ એક જ રાત પણ, બધાની આંખનાં સપનાંઓ કેવા રંગીન હોય છે? સાંજ સહજતાથી રાતનો આંચળો ઓઢે છે. ગવાયેલી અને લોકપ્રિય થયેલી કવિતાને આસ્વાદથી નવાજીએ છીએ ત્યારે કંઠના સૂરજને કાગળની ધરતી ચૂમ્યાનો જ અનુભવ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ટાઇમલાઈન:તુતનખામુને સૂર્યને પૂજવાનો હુકમ પ્રજા પરથી હટાવી બીજા દેવતાઓને પૂજવાની છૂટ આપી હતી
    Next Article
    મરક મરક:‘ભાર રાખ્યા વિનાના ભણતર’ની જરૂર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment