Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાઇમલાઈન:તુતનખામુને સૂર્યને પૂજવાનો હુકમ પ્રજા પરથી હટાવી બીજા દેવતાઓને પૂજવાની છૂટ આપી હતી

    6 days ago

    અક્ષય બાવડા અખેનાતેને પ્રજાને સૂર્યની પૂજા કરવાથી મુક્તિ આપવાનો વિચાર કર્યો કે તરત જ મનનો વિચાર અનુનાકીએ જાણી લીધો અને જરા પણ રહેમ કર્યા વગર તેમણે અખેનાતેનને મૃત્યુદંડ આપ્યો.’ રડમસ અવાજે નેફરતીતી બોલી. ‘અચ્છા, હવે સમજાયું. મેં વાંચ્યું છે એમાં લખ્યું હતું કે અખેનાતેનના આકસ્મિક મૃત્યુ બાદ ઇજિપ્તની નવી ફેરો (ઇજિપ્તમાં રાજાને ફેરો તરીકે સંબોધવામાં આવે છે) તેની પત્ની નેફરતીતી બની અને તેણે પોતાના હાથમાં ઇજિપ્તની કમાન સંભાળી.’ ગહન વિચાર કરી નિરાકરણ પર આવતા નીલે કહ્યું. ‘અખેનાતેનના આમ અચાનક મૃત્યુ પછી હું ઇજિપ્તની ફેરો તરીકે નિયુક્ત થઈ અને મારા શાસન દરમિયાન પણ તેના બનાવેલા નિયમો મેં અકબંધ રાખ્યા જેના કારણે લોકોને હવે વિશ્વાસ આવી ગયો હતો કે અખેનાતેન મારા રૂપના જાળમાં મોહિત થઈને જ, મેં જેવું કહ્યું એવું કર્યું હતું અને હું સૂર્યને પૂજતી હતી એટલે જ તેણે પ્રજાને પણ આવું કરવા ફરજ પાડી હતી.’ ‘અખેનાતેનના મૃત્યુ પછી તમે આ નિયમો બદલવાનો નિર્ણય કેમ ન લીધો?’ ‘મને પણ એવો વિચાર આવ્યો જ હતો પણ અનુનાકી તરફથી મને ફરમાન મળ્યું કે જો મેં નિયમો બદલવાની કોશિશ કરી તો અનુનાકી સંપૂર્ણ ગ્રહને બરબાદ કરી નાખશે. આ સિવાય અખેનાતેનની ભૂલના કારણે ઇજિપ્તને મળેલી ટેક્નોલોજીની ભેટ હવે નકામી થઈ ચૂકી હતી. એક પણ યંત્ર સરખી રીતે કામ કરતું નહોતું. જેનો ઉપાય શોધવા મેં અનુનાકીની માફી માગી અને તેમની પાસે ફરી આ ટેક્નોલોજી કાર્યરત કરવા આજીજી કરી. ત્યારે તેમણે મને સૂર્યની આરાધના કરવાનું કહ્યું અને મેં ઘણા સમય સુધી મંદિરમાં જઈને સૂર્યની એટલે કે આતેનદેવની આરાધના કરી. પરિણામ સ્વરૂપ બધાં યંત્રો ફરી કાર્યરત થઈ ગયા અને ઇજિપ્ત ફરી ઉન્નત ટેક્નોલોજીની મદદથી વિકાસ પામવા લાગ્યું. મારી આરાધના પૂર્ણ થઈ ત્યાં સુધીમાં અનુનાકી આ ગ્રહ છોડી ફરી નીબિરું પર ચાલ્યા ગયા હતા પણ તેમની નજર સતત રહેતી. મેં હંમેશાં પ્રજાના હિતમાં જ વિચાર્યું અને પ્રજાને ન ગમે એવા ફેંસલા પણ લીધા.’ આટલું બોલતા જ નેફરતીતી ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી. નેફરતીતીને રડતી જોઈ નીલે તેને આશ્વાસન આપતાં કહ્યું, ‘પ્રજા માને કે ન માને પણ અખેનાતેન અને નેફરતીતી ઉત્તમ ફેરો છે જેમણે પ્રજાના હિતમાં અનેક બલિદાન આપ્યાં છે.’ નીલની સાંત્વનાથી નેફરતીતી થોડી સ્વસ્થ થઈ અને તેણે નીલને કહ્યું, ‘ચાલ મારી સાથે હું તને મારું ઇજિપ્ત બતાવું.’ હું અહીં કેમ આવ્યો છું? હું અહીંથી કેવી રીતે પાછો જઈ શકીશ? - આ બધા સવાલો પોતાના મનમાં સતત ઘૂમ્યા કરતા હોવા છતાં નીલે તેની પરવા કર્યા વગર નેફરતીતી સાથે નીકળી પડ્યો. નેફરતીતીએ ઍરિનાને કહ્યું, ‘અમારા પર નજર રાખજે અને આસપાસ કોઈ ખતરો દેખાય તો તરત જ અમારા રક્ષણ હેતુ સૈન્ય મોકલી આપજે.’ ‘જેવી આપની આજ્ઞા મહારાણી.’ ઘણા સમય પછી ફરી યાંત્રિક અવાજ સંભળાયો. નેફરતીતી અને નીલ બંને એકાંતવાસમાંથી બહાર નીકળ્યા અને નીકળતાવેંત જ નીલનો પહેરવેશ બદલાઈ ગયો અને તેના શરીર પર ઇજિપ્તના લોકો જેવો પહેરવેશ આવી ગયો. નીલની સામે એક અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ નાનકડા વિમાન જેવું યંત્ર આવીને ઊભું થયું. બંને તેમાં બેસીને ઇજિપ્ત તરફ જવા લાગ્યા. આ વિમાન સાથે જ આકાશમાં અનેક કાર અને નાનકડાં વિમાનો આમથી તેમ ઊડી રહ્યાં હતાં. આ જોઈને નીલ આશ્ચર્યમાં મુકાઈ ગયો અને ફાટી આંખે આમતેમ જોતો રહ્યો. ક્ષણવારમાં તો તેઓ ઇજિપ્તમાં પહોંચી ગયા અને વિમાન જમીન પર ઊતરી ગયું. બંને નીચે ઊતરીને પ્રાચીન પણ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ઇજિપ્તની યાત્રા પગપાળા કરવા લાગ્યા. રણ પ્રદેશમાં સ્થિત ઇજિપ્તની ગલીઓના પહોળા અને કાચ જેવા સાફ રસ્તાઓ પર દોડતી આધુનિક કાર અને ઓટોમેટિક બાઈકને ફરતા નીલ એકીટસે જોઈ રહ્યો હતો. આકાશ પણ આમતેમ ઊડતાં અનેક વિમાનો અને ઊડતી કારથી ભરેલું હતું. જગ્યાએ જગ્યાએ હોલોગ્રાફિક ડિસ્પ્લે અને સીસીટીવી કેમેરા બધા પર નજર રાખી રહ્યા હતા. બધા જ લોકો જે રસ્તા પર હોય તેમની તસવીર સાથે નામ અને હાલની માનસિક પરિસ્થિતિ સાથે શરીરની મહત્ત્વપૂર્ણ જાણકારી સતત ડિસ્પ્લેમાં દેખાઈ રહી હતી. આ જોઈને આશ્ચર્ય સાથે નીલે નેફરતીતીને પૂછ્યું, ‘આ સ્ક્રીન પર બધા લોકોને કેમ બતાવવામાં આવે છે?’ ‘અહીંના બધા લોકોને ઓળખ માટે એક અલગ નંબર આપવામાં આવ્યો છે જેના થકી તેનું હાલમાં સ્થાન, તેના શરીરની જરૂરી જાણકારી, જેમ કે હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને માનસિક પરિસ્થિતિ જેમ કે વ્યક્તિ અત્યારે ખુશ છે, ગુસ્સામાં છે કે એ જેવી પરિસ્થિતિમાં હશે તેવા અલગ અલગ ભાવ દર્શાવવામાં આવે છે. તમામ લોકો પર AI દ્વારા નજર રાખવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કોઈ નિયમનો ભંગ કરે તો તેને રોબોટ્સ પકડીને સજા ફટકારે છે.’ શૂન્ય ભાવ સાથે નેફરતીતી બોલી. ‘આટલા નાના વિમાન દ્વારા આટલા મોટા પત્થર ઊંચકીને પિરામિડનું નિર્માણ થઇ રહ્યું છે? આ વિમાનમાં આટલા મોટા પત્થર ઉઠાવવાની ક્ષમતા કેવી રીતે આવી?’ પોતાની આંખ સામે પિરામિડનું નિર્માણ જોતા સહજ રીતે ઉદભવેલા પ્રશ્ન પૂછતા નીલ બોલ્યો. ‘હા, આ પિરામિડ છે તેનું નિર્માણ હવાઈ ક્રેન દ્વારા થઈ રહ્યું છે. હવાઈ ક્રેન ન્યૂક્લિયર ઊર્જાથી કાર્ય કરે છે માટે આ પત્થર તો તેની પૂર્ણ ક્ષમતાની સામે કંઈ જ નથી. એક એક વિમાન આખા પિરામિડને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા સક્ષમ છે.’ ‘પિરામિડનો ઉપયોગ તો માત્ર મમીને એટલે કે મૃત રાજાઓને સાચવવા માટે જ થાય છેને?’ એક રહસ્યમય સ્મિત સાથે નેફરતીતી બોલી, ‘હા, પહેલાં પિરામિડનું કામ માત્ર મમી સાચવવા પૂરતું જ હતું પણ હવે આ પિરામિડ આખા ઇજિપ્તને વીજળી પૂરી પાડે છે. આ એક પાવર સોર્સ છે જે ન્યૂક્લિયર પાવરથી ચાલે છે. અમુક પિરામિડ સૂર્યઊર્જાનો ઉપયોગ કરીને વિવિધ વાહનો જેવાં કે કાર અને વિમાનોને ચાર્જ કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.’ ‘અફસોસ, અહીંના લોકો આ ટેક્નોલોજીનો સ્વીકાર હજુ નથી કરી શક્યા.’ નિરાશાના ભાવ મોઢા પર કંડારતા નેફરતીતીએ કહ્યું. નેફરતીતી પાસે રહેલા સ્માર્ટ ડિવાઈસમાં બીપનો અવાજ આવ્યો. તેણે એક પણ ક્ષણ વિલંબ કર્યા વગર પોતાની સ્માર્ટ ડિવાઈસ ચકાસવા હવામાં હાથ લહેરાવ્યો અને એક સ્ક્રીન પર મોટા અક્ષરે ‘સાવધાન’ શબ્દ દેખાવા લાગ્યો. આ જોતા જ નેફરતીતીએ આસપાસ જોયું તો ઘણાબધા લોકોની મોટી ભીડ તેમની તરફ આવી રહી હતી. વિવિધ હથિયારોથી સજ્જ ભીડને પોતાની તરફ આવતા જોઈને નીલના મોતિયા મરી ગયા અને તે ગભરાઈને નેફરતીતી તરફ જોવા લાગ્યો. નેફરતીતીએ તરત જ પોતાના રક્ષણ માટે સૈન્ય મોકલી આપવાનો આદેશ AIને આપ્યો. રોષે ભરાયેલી ભીડ એટલી મોટી હતી કે સેનાના રોબોટ્સને કોઈ નેફરતીતી કે નીલ તરફ પહોંચવા જ ન દીધા અને તેઓનો ખાતમો બોલાવી દીધો. નિઃસહાય થઈને નેફરતીતી અને નીલ ભીડની સામે ઊભા હતા‘દુષ્ટ તુતનખામુન’ નેફરતીતીના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. ‘તુતનખામુન’ નામ સાંભળતા જ નીલે પોતે વાંચેલું યાદ કરતા મનમાં બબડ્યો, ‘તુતનખામુન, અખેનાતેન અને તેની દાસીનો પુત્ર એટલે કે નેફરતીતીનો સાવકો પુત્ર. જેણે એકલાએ સૂર્યને પૂજવાનો હુકમ પ્રજા પરથી હટાવી બીજા દેવતાઓને પૂજવાની છૂટ આપી હતી.’ રોષે ભરાયેલી ભીડ હવે નીલ અને નેફરતીતી તરફ આગળ વધી રહી હતી. તેઓનો બચાવ કરવા આવેલા સૈનિક રોબોટ્સ ધરાશાયી થઈ ઇજિપ્તના ચકચકિત રસ્તાઓ પર પડ્યા હતા. જોતજોતામાં ભીડ અને તુતનખામુન નીલ અને નેફરતીતીની ખૂબ નજીક આવી પહોંચ્યા અને આ ભીડ જોઈને નીલના હાંજા ગગડી ગયા. નેફરતીતીએ એકપણ ક્ષણ વિલંબ કર્યા વગર નીલનો હાથ પકડ્યો અને આદેશ આપતી હોય એમ કહ્યું, ‘ઍરિના, અમને ગેમપાટેન ટેમ્પલ પર ટેલીપોર્ટ કર.’ જેવો નેફરતીતીએ આદેશ આપ્યો કે તરત જ આકાશમાંથી એક વાદળી રંગનો તીવ્ર પ્રકાશનો લિસોટો નીલ અને નેફરતીતી પર પડ્યો. આ લિસોટો પડતાં જ બંને ત્યાંથી ગાયબ થઈ ગયા અને તરત જ ‘ગેમપાટેન ટેમ્પલ’ પહોંચી ગયા. આ જગ્યા બીજી કોઈ નહીં પરંતુ નેફરતીતીનો એકાંતવાસ જ હતો. પરસેવે રેબઝેબ નીલે ફરી મહારાણીના એકાંતવાસમાં આવીને રાહતનો શ્વાસ લીધો. હજુ નીલ કંઈ બોલે એ પહેલાં જ ઍરિનાનો યાંત્રિક અવાજ સંભળાયો, ‘મહારાણી, લોકોના ટોળાએ આતેન ટેમ્પલને નેસ્તનાબૂદ કરી દીધું છે, આપણું સૈન્ય પણ તેઓને રોકવામાં અસમર્થ રહ્યું છે અને હવે આ ભીડ ‘ગેમપાટેન ટેમ્પલ’ તરફ આગળ વધી રહી છે. તેમનો લીડર તુતનખામુન છે.’ ‘મને લાગે છે કે હવે સમય આવી ચૂક્યો છે.’ નેફરતીતી ખાલી આટલું જ બોલી અને નીલ સામે જોઇને એક ખંધું સ્મિત આપ્યું. (ક્રમશ:)
    Click here to Read More
    Previous Article
    અપડેટ:વડીલોને પણ વહાલું મોબાઈલનું વળગણ
    Next Article
    જીવનના હકારની કવિતા:સાંજની ઝાલર... રાતનું પાદર…...

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment