Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપડેટ:વડીલોને પણ વહાલું મોબાઈલનું વળગણ

    6 days ago

    કેવલ ઉમરેટિયા થોડા સમય પહેલાં કર્ણાટક સરકારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે કડક ડિજિટલ ડિટોક્સ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તે મુજબ મનોરંજન માટે બાળકોનો દૈનિક સ્ક્રીન ટાઇમ માત્ર એક કલાક સુધી મર્યાદિત રાખવાની તેમજ સાંજે સાત વાગ્યા પછી ઇન્ટરનેટ બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. જેની પાછળનો હેતુ બાળકોનું સ્ક્રીન એડિક્શન ઘટાડવાનો છે. જ્યારે પણ મોબાઈલની લત કે સ્ક્રીન એડિક્શનની વાત આવે છે ત્યારે તરત બાળકો કે યુવાનો તરફ આંગળી ચીંધવામાં આવે છે. આવું થવું સ્વાભાવિક પણ છે. આસપાસ નજર કરીએ તો, બાળકો અને યુવાનો કલાકો સુધી મોબાઇલમાં રચ્યાંપચ્યાં રહે છે. જોકે, આ બધાં વચ્ચે એક વાત આપણા ધ્યાન બહાર રહી ગઇ છે. ભારત સહિત દુનિયાભરમાં એક ચોંકાવનારો ટ્રેન્ડ છે. તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસો અને સંશોધનોએ આ તરફ ધ્યાન દોર્યુ છે. સ્માર્ટફોનનું વ્યસન હવે માત્ર બાળકો કે યુવાનો પૂરતું મર્યાદિત નથી રહ્યું. આપણા ઘરના વડીલો પણ હવે એટલા જ, કે કદાચ તેનાથી પણ વધુ, આ ડિજિટલ જાળમાં ફસાઈ ચૂક્યા છે. વડીલોને મોબાઇલના વળગણ પાછળના કારણો માત્ર શહેરો જ નહીં, ગામડામાં પણ વડીલો કલાકો સુધી મોબાઇલ લઇને બેસે છે. ક્યારેક વ્હોટ્સએપ પર ધાર્મિક મેસેજ અને ગુડ મોર્નિંગના સુવિચાર ફોરવર્ડ થઈ રહ્યા છે, ક્યારેક ‘યૂ-ટ્યૂબ’ પર જૂનાં ગીતો કે કથા ચાલી રહ્યાં છે, તો ક્યારેક ‘ફેસબુક’ અને ‘રીલ્સ’ જોવાનો સિલસિલો ચાલુ હોય છે. આ સારું છે કે ખરાબ છે તે વિશે આપણે કોઇ ટિપ્પણી નથી કરવી. આપણે તો એ જાણવું છે કે આવું કેમ થઇ રહ્યું છે અને તેની લાંબાગાળાની અસર કેવી હશે. એકલતા અને ભાવનાત્મક ખાલીપો ભારતમાં સંયુક્ત કુટુંબની પ્રથા તૂટી રહી છે. બાળકો કરિયર માટે બીજાં શહેરોમાં છે અને વડીલો ઘરમાં એકલા. શરૂઆતમાં જે સ્માર્ટફોન દૂર રહેતા બાળકો સાથે વિડીયો કૉલ કરવાનું કે સ્વજનો સાથે જોડાયેલાં રહેવાનું સાધન હતું, તે હવે દિવસ-રાતનો સાથી બની ગયો છે. ભારતમાં સિનિયર સિટિઝન્સ વચ્ચે વધતી જતી એકલતા પર થયેલાં તાજેતરનાં સામાજિક સંશોધનો દર્શાવે છે કે ખાલી ઘરોમાં દિવસ પસાર કરી રહેલા વૃદ્ધો માટે ટેક્નોલોજી એક મોટો સહારો બની ગઈ છે, પરંતુ સમસ્યા ત્યારે શરૂ થાય છે, જ્યારે એકલતાથી બચવાનો આ પ્રયાસ એક લતમાં ફેરવાઈ જાય છે. ખાલી સમય: આખી જિંદગીની વ્યસ્તતા પછી અચાનક દિનચર્યા સાવ ખાલી થઈ જવાથી એક મનોવૈજ્ઞાનિક સંકટ ઊભું થાય છે. આવા સમયે ‘ટાઈમપાસ’ની શોધ તેમને સ્ક્રીન સુધી લઈ જાય છે. જ્ઞાનાત્મક નબળાઈ: ઉંમરની સાથે માણસના મગજની સેલ્ફ કંટ્રોલ કરવાની ક્ષમતા નબળી પડવા લાગે છે. મેડિકલ સાયન્સ મુજબ, આ જ્ઞાનાત્મક ઘટાડો વડીલોને અલ્ગોરિધમની જાળમાં સરળતાથી ફસાવી દે છે. ‘FOMO’ (કંઈક છૂટી જવાનો ડર): વ્હોટ્સએપના ફેમિલી કે કોમ્યુનિટી ગ્રૂપમાં શું ચાલી રહ્યું છે, કોણે કયો ફોટો મૂક્યો? તે જાણવાની ઉત્સુકતા તેમને વારંવાર ફોન ઉપાડવા મજબૂર કરે છે. શારીરિક અને માનસિક અસર સતત સ્ક્રીન સાથે ચોંટેલા રહેવાનાં પરિણામો હવે શારીરિક અને માનસિક બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યાં છે. શારીરિક સ્વાસ્થ્ય: મોડી રાત સુધી ફોન જોવાથી ઊંઘનું ચક્ર ખોરવાઈ રહ્યું છે. ‘ડિજિટલ આઈ સ્ટ્રેન’ (આંખોમાં શુષ્કતા) અને ગરદન તેમજ પીઠના દુખાવાની ફરિયાદોમાં ઝડપથી વધારો થયો છે. માનસિક ગૂંચવણો: સોશિયલ મીડિયા પર સતત આવતા અનવેરિફાઇડ સમાચાર કે ભડકાઉ માહિતી વૃદ્ધોમાં ગભરામણ વધારે છે અને સ્વભાવ ચીડિયો બને છે. સાઇબર ક્રાઇમનો સરળ શિકાર: ટેક્નોલોજીની પૂરી સમજ ન હોવાને કારણે અને સ્ક્રીન પર વધુ સમય વિતાવવાને કારણે વૃદ્ધો ઓનલાઇન છેતરપિંડી અને ‘ડિજિટલ એરેસ્ટ’ જેવા સાઇબર ક્રાઇમનો સૌથી સરળ શિકાર બની રહ્યા છે. ત્રણ પેઢીઓ પર મંડરાતું સ્વાસ્થ્યનું સંકટ માત્ર બાળકો કે માત્ર વડીલો જ મોબાઇલ કે સ્ક્રીનની લતનો શિકાર છે એવું કહેવું યોગ્ય નથી. બાળકોથી લઇને વડીલો સુધી તમામ લોકોની સ્થિતિ એક જેવી જ છે. જેના કારણે ત્રણેય પેઢીઓ પર સ્વાસ્થ્યનું સંકટ મંડરાઇ રહ્યું છે. માર્ચ 2025માં પ્રકાશિત થયેલા એક આંતરરાષ્ટ્રીય અને તુર્કિયેની એક યુનિવર્સિટીના અભ્યાસમાં એક સામે આવ્યું કે વડીલોમાં સ્માર્ટફોનની લત તેમના શારીરિક સંતુલનને નબળું પાડી રહી છે, જેનાથી તેમના પડી જવા અને ફ્રેક્ચર થવાનું જોખમ ઘણું વધી ગયું છે. આખી દુનિયા એક ‘વૈશ્વિક નિદ્રા સંકટ’ (Global Sleep Crisis)માંથી પસાર થઈ રહી છે. સ્ક્રીનની બ્લ્યૂ લાઇટ અને મોડી રાત સુધી આવતાં નોટિફિકેશન્સે દુનિયાભરમાં 42 કરોડથી વધુ લોકોને અનિદ્રાનો શિકાર બનાવી દીધા છે. કલાકો સુધી આભાસી દુનિયામાં રહેવાને કારણે યુવાનોમાં ડિપ્રેશન 21% જેટલું વધી ગયું છે. વડીલો કે જેઓ એકલતાથી બચવા મોબાઈલ તરફ વળ્યા હતા, તેઓ અસલી જિંદગીમાં વધુ એકલા અને ચીડિયા થઈ ગયા છે. કિશોરો અને યુવાનોનું મગજ (ખાસ કરીને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે નિર્ણય લેવાનું કામ કરે છે) હજુ વિકસિત થઈ રહ્યું હોય છે. આવા સમયે સોશિયલ મીડિયા પર મળતી ‘લાઈક્સ અને શેર’ તેમના મગજમાં એક રિવોર્ડ સિસ્ટમ (ઈનામ મળ્યાની ભાવના) ટ્રિગર કરે છે. આ જ કારણસર કિશોરોમાં મોબાઈલની લત 30 થી 40 ટકા સુધી જોવા મળી છે. દક્ષિણ કોરિયાનું મોબાઈલ મુક્તિ કેન્દ્ર આંકડાઓ શું કહે છે?
    Click here to Read More
    Previous Article
    સફર:મસાઈ મારા : અભૂતપૂર્વ આફ્રિકન સફારી
    Next Article
    ટાઇમલાઈન:તુતનખામુને સૂર્યને પૂજવાનો હુકમ પ્રજા પરથી હટાવી બીજા દેવતાઓને પૂજવાની છૂટ આપી હતી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment