Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફર:મસાઈ મારા : અભૂતપૂર્વ આફ્રિકન સફારી

    4 days ago

    નિતુલ ગજ્જર આફ્રિકાના કેન્યા અને તાન્ઝાનિયા વચ્ચે સ્થિત ‘મસાઈ મારા નેશનલ પાર્ક’ પ્રવાસન સ્થળ તરીકે અજાણ્યો નથી. મારા નદીને કિનારે કુલ 36, 000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ જંગલનો 90 ટકા વિસ્તાર તાન્ઝાનિયામાં આવેલો છે, જ્યારે બાકીનો ભાગ કેન્યાના ‘મસાઈ મારા નેશનલ પાર્ક’ તરીકે ઓળખાય છે. કેન્યામાં આ જંગલ 4, 000 ચોરસ કિલોમીટરનું છે અને ત્યાંના ગ્રેટ માઈગ્રેશન માટે વિશ્વ પ્રસિદ્ધ છે. દર વર્ષે જુલાઈ મહિનામાં સેંકડો વાઈલ્ડ બિસ્ટ (એક પ્રકારનું ભેંસ જેવો ખડતલ આફ્રિકન જીવ) મારા નદી પર કરી ઉત્તર તરફ પ્રયાણ કરે છે. આ પ્રક્રિયાને ગ્રેટ માઈગ્રેશન તરીકે ઓળખવામાં આવે છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો તેનો અદભુત નજારો જોવા ‘મસાઈ મારા નેશનલ પાર્ક’ની મુલાકાતે જાય છે. પાછલાં અમુક વર્ષોમાં પ્રકૃતિપ્રેમીઓમાં ગ્રેટ માઈગ્રેશન જોવા જવાનો ભારે ક્રેઝ વધ્યો છે. જેના કારણે લોકો ‘મસાઈ મારા’ જવાનું આયોજન પણ જુલાઈ મહિનામાં જ કરે છે. જંગલ હોય એટલે સફારી તો હોય જ. અહીં ‘મસાઈ મારા’માં પણ 4-5 કલાકની અતિશય રસપ્રદ સફારી કરી શકાય છે. ‘મસાઈ મારા’નો કોર જંગલ વિસ્તાર 1520 ચોરસ કિલોમીટરનો છે. બાકી આસપાસનો મોટા ભાગનો વિસ્તાર ખાનગી માલિકીનું જંગલ છે. અહીં સફારી બંને પ્રકારનાં જંગલોમાં થાય છે. જોકે, કોર એરિયામાં સફારીનું નિયંત્રણ સરકાર દ્વારા કરવામાં આવે છે, જ્યારે ખાનગી માલિકીના જંગલમાં સફારીનું આયોજન ખાનગી ટૂર કંપની કરે છે. મસાઈ મારા નેશનલ પાર્ક તેના ‘ગ્રેટ ફાઈવ’ પ્રાણીઓ માટે પ્રખ્યાત છે. જેમાં સિંહ, દીપડા, જંગલી ભેંસ, હાથી અને ગેંડા સામેલ છે. આ પાંચેય જીવ આ જંગલની શાન છે. તે ઉપરાંત અહીં ચિત્તા, હરણ, ઝીબ્રા, કેપ બફેલો, હિપ્પો, નાઈલ મગરમચ્છ, જરખ, માર્શલ ઈગલ, બબુન વાંદરા, મોનિટર લિઝાર્ડ, આફ્રિકન રોક પાયથન, બ્લેક મામ્બા અને દુનિયાનો સૌથી ઝેરી ગણાતા સાપ ‘પફ એડર’ પણ જોવા મળે છે. તે ઉપરાંત દુનિયાનાં કેટલાંક સૌથી સુંદર પક્ષીઓ પણ તમને આ જંગલમાં જોવાં મળશે. મસાઈ મારા 550 કરતાં વધુ પ્રજાતિના પક્ષીઓનું ઘર છે. જીપમાં બેસી જંગલમાં જવાનું મન ન હોય તેમના હોટલના રૂમમાં ચાની ચૂસકી ભરતા પણ જંગલી જાનવર દેખાય તેવી વ્યવસ્થા અહીં છે. ‘મસાઈ મારા’ના રાઈનો રિજ વિસ્તાર નજીક ઘણી ખાનગી લૉજ આવેલી છે. જેમાંથી જંગલના ઊંડાણમાં હરિયાળી વચ્ચે આવેલી ‘ઈલોરા રિટ્રીટ લૉજ’માં રોકાવાનો અનુભવ અનોખો સાબિત થાય તેમ છે. આ વૈભવશાળી લૉજમાં તંબુમાં રાત વિતાવવાનો પણ વિકલ્પ છે. તેમાં પણ રાતના સમયે તંબુની બહાર બેસી ભોજન લેતા અથવા તો પ્રિયજનો સાથે જંગલના શાંતિપૂર્ણ વાતાવરણમાં નિરાંતની પળ માણતા આકાશગંગાનો અવિસ્મરણીય નજારો જોવાનો મોકો ચૂકવા જેવો નથી. સવારના પહોરમાં નીરવ શાંતિ વચ્ચે યોગ કરવાથી લઈને આસપાસના વિસ્તારમાં પક્ષી અવલોકન કરવાનો મોકો પણ ‘ઈલોરા રિટ્રીટ’ ખાતે મળે છે. તે ઉપરાંત જંગલમાં સવારનો નાસ્તો કરવો, વોકિંગ સફારી, ફોટોગ્રાફી ટૂર વગેરે માટે પણ આ જગ્યા જાણીતી છે. ‘મસાઈ મારા’નો પૂર્ણ અનુભવ લેવા ત્રણેક વખત કોર એરિયાની સફારી કરવી. ‘મસાઈ મારા નેશનલ પાર્ક’ ત્યાં વસતા મસાઈ સમુદાયના આદિવાસી માટે પણ પ્રખ્યાત છે. અહીં ઘણા મસાઈ ગામડાંઓ આવેલાં છે. ત્યાં જઈને આ આદિજાતિના જીવનને નજીકથી જોવાનો તેમજ ઓછી જરૂરિયાતો સાથે જંગલના વિષમ વાતાવરણમાં કઈ રીતે ટકવું તેનું રહસ્ય સમજવાનો મોકો મજેદાર સાબિત થશે. ઉપરાંત મસાઈ આદિવાસીઓએ બનાવેલ કલાકૃતિઓ યાદગીરી રૂપે સાથે લઈ આવવાનું ભૂલવું નહીં. મસાઈ મારા નેશનલ પાર્ક સુધી પહોંચવું કઈ રીતે?
    Click here to Read More
    Previous Article
    વિસ્મય:તે દિવસે વછૂટેલો ફુવારો પછી સદીઓ સુધી દુનિયાને દોડતી અને લડતી રાખવાનો હતો
    Next Article
    અપડેટ:વડીલોને પણ વહાલું મોબાઈલનું વળગણ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment