Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાયદો-વ્યવસ્થા જાળવવા નિર્ણય

    2 days ago

    રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે, સાબરકાંઠા કલેકટર દ્વારા શનિવારે 11 જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો મુખ્ય ઉદ્દેશ કાયદો-વ્યવસ્થા જાળવવાનો અને આચારસંહિતાનો ભંગ અટકાવવાનો છે. તેના અમલ માટે સંબંધિત વિભાગોને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા કલેકટર નારાયણસિંગ સાદુ દ્વારા જાહેર કરાયેલા આદેશો મુજબ, ચૂંટણી દરમિયાન જાહેરમાં હથિયાર લઈને ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરવાનેદાર હથિયાર ધારકોએ તેમના હથિયારો જમા કરાવવા પડશે. ઉમેદવારી પત્ર ભરતી વખતે માત્ર પાંચ વ્યક્તિઓ અને વધુમાં વધુ ત્રણ વાહનોને જ પ્રવેશ મળશે. ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે વાહનોની પરમિટ મેળવવી ફરજિયાત રહેશે. ચૂંટણીલક્ષી ચોપાનીયા, ભીંતપત્રો, હોર્ડિંગ્સ, પ્લેકાર્ડ, કટઆઉટ સહિતના પ્રચારના અન્ય સાધનો કે બોર્ડ જાહેર કે ખાનગી મિલકત પર પ્રદર્શિત કરવા માટે નિર્ધારિત માર્ગદર્શક નિયમોનું પાલન કરવું પડશે. ચોપાનીયા અને ભીંતપત્રોના છાપકામ અંગે ખાનગી મુદ્રણાલયોના મુદ્રકો અને પ્રકાશકો જો નિયમોનો ભંગ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકીય પક્ષો અને ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધિની વિગતો સંબંધિત વિભાગને આપવી પડશે. મતગણતરી કેન્દ્ર અને તેની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તેમજ તમામ મતદાન કેન્દ્રોની અંદર અને તેની 100 મીટરના અંતરમાં કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ચૂંટણીવાળા વિસ્તારોમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પણ પ્રતિબંધ રહેશે. જાહેરસભા, સરઘસ કે વાહનો પર ગોઠવેલા લાઉડસ્પીકરના ઉપયોગ માટે તંત્ર પાસેથી જરૂરી મંજૂરી મેળવવી ફરજિયાત છે.
    Click here to Read More
    Previous Article
    ચમકાવી દેવાના નામે દાગીના સાફ કરનાર 2 શખસને ઝાડે બાંધ્યા:સ્થાનિકોએ રંગેહાથ બંનેને ઝડપી મેથીપાક ચખાડ્યો, વાયુવેગે વાત પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા
    Next Article
    પોરબંદર મહાનગરપાલિકાએ વનાણામાં નવી આંગણવાડી માટે દબાણ હટાવ્યું:ગેરકાયદેસર બાંધકામ દૂર કરી બાળકો માટે સુવિધાસભર કેન્દ્ર બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment