Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર મહાનગરપાલિકાએ વનાણામાં નવી આંગણવાડી માટે દબાણ હટાવ્યું:ગેરકાયદેસર બાંધકામ દૂર કરી બાળકો માટે સુવિધાસભર કેન્દ્ર બનશે

    2 days ago

    પોરબંદર મહાનગરપાલિકાએ વનાણા ગામમાં નવી આંગણવાડી બનાવવા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ગામમાં આવેલી જૂની આંગણવાડી જર્જરિત અને અયોગ્ય હાલતમાં હોવાથી, બાળકો માટે સુવિધાસભર નવું કેન્દ્ર બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ માટે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ (વહીવટ) અને ટાઉન પ્લાનર દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે ગામના ચોકમાં આવેલી પ્રાથમિક શાળા પાસેની પાળીયાવાળી જગ્યા, ઢાળીયાવાળો રૂમ અને ખુલ્લો વંડો વનાણા ગામતળની માલિકીની જગ્યા છે. આ જગ્યા પર હરજી રાજા ઓડેદરા દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. દબાણ કરનાર તરફથી અરજી રજૂ કરાઈ હતી, પરંતુ માલિકી હકના કોઈ માન્ય પુરાવા રજૂ થયા ન હતા. રજૂ કરાયેલા દસ્તાવેજો પણ સહી વિનાના હતા. આ સ્થળ નવી આંગણવાડી માટે અત્યંત અનુકૂળ જણાયું હતું. તે ગામના કેન્દ્રમાં આવેલું હોવાથી નાના બાળકો સરળતાથી પહોંચી શકે છે. ઉપરાંત, ખુલ્લી જગ્યાની સુવિધા બાળકોને રમવા માટે પૂરતી જગ્યા પૂરી પાડશે. મહાનગરપાલિકાના રિપોર્ટના આધારે કમિશનર એચ. જે. પ્રજાપતિએ દબાણ દૂર કરવાની મંજૂરી આપી હતી. તારીખ 04/04/2026 ના રોજ સવારે 11:00 થી 12:00 દરમિયાન ઉદ્યોગનગર પોલીસ બંદોબસ્ત સાથે ઢાળીયાવાળા રૂમનું દબાણ દૂર કરવામાં આવ્યું. દબાણ કરનાર વ્યક્તિએ સ્થળ પર હાજર રહીને બે દિવસમાં કમ્પાઉન્ડ વોલ પણ દૂર કરવાની ખાતરી આપી છે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના એસ્ટેટ અધિકારી હિતેશભાઈ ગોરસીયાએ જણાવ્યું કે, આ ખાતરીને ધ્યાનમાં રાખીને હાલની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાયદો-વ્યવસ્થા જાળવવા નિર્ણય
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:પાટણ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment