Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં સાંઈબાબાની પાલખી યાત્રા અને ભજન-કીર્તન:જાધવ અમી શ્રદ્ધા યુવક મંડળ દ્વારા બે દિવસીય કાર્યક્રમનું આયોજન

    2 days ago

    વડોદરાના આજવા રોડ પર આવેલી જાધવ અમી શ્રદ્ધા સોસાયટી, નવજીવન ખાતે જાધવ અમી શ્રદ્ધા યુવક મંડળ દ્વારા સાંઈબાબાની પાલખી યાત્રા, ભજન-કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય ધાર્મિક કાર્યક્રમ 4 અને 5 એપ્રિલ,2026ના રોજ યોજાશે. ચૈત્ર વદ બીજ, શનિવાર, 4 એપ્રિલ, 2026ના રોજ સાંજે 6:00 કલાકે સાંઈબાબાની પાલખી યાત્રા નીકળશે. આ યાત્રા મહેશભાઈ કહાર (મૂર્તિકાર) નાલંદા પાણીની ટાંકી પાસે, વાઘોડિયા રોડથી શરૂ થઈ જાધવ અમી શ્રદ્ધા સોસાયટી, નવજીવન, આજવા રોડ ખાતે પહોંચશે. પાલખી યાત્રા પૂર્ણ થયા બાદ રાત્રે ભજન-કીર્તનનો કાર્યક્રમ યોજાશે. ભાવેશભાઈ આર્ય ગ્રુપ દ્વારા ભજન-કીર્તનનું રસપાન કરાવવામાં આવશે, જેમાં ભાવિક ભક્તોને પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ચૈત્ર વદ ત્રીજ, રવિવાર, 5 એપ્રિલ, 2026ના રોજ સાંજે 7:00 કલાકે સાંઈબાબાની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે પણ સર્વ ભાવિક ભક્તોને પ્રસાદી લેવા માટે ભાવભર્યું આમંત્રણ છે.
    Click here to Read More
    Previous Article
    પકવાનબ્રિજ હિટ એન્ડ રનના ઈજાગ્રસ્તનું 7 દિવસ બાદ મોત:કારચાલકે બાઈકને અડફેટે લઈ 50થી 60 મીટર સુધી ઢસડી હતી
    Next Article
    મહેસાણા પોલીસ બેડામાં મોટો ફેરફાર:SP હિમાંશુ સોલંકીએ એકસાથે 18 PIની આંતરિક બદલીના હુકમ કર્યા; લિવ રિઝર્વમાં રહેલા 13 અધિકારીઓને પોસ્ટિંગ મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment