Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પકવાનબ્રિજ હિટ એન્ડ રનના ઈજાગ્રસ્તનું 7 દિવસ બાદ મોત:કારચાલકે બાઈકને અડફેટે લઈ 50થી 60 મીટર સુધી ઢસડી હતી

    3 days ago

    27 માર્ચને શુક્રવારે એસ. જી. હાઈવે પરની હિટ એન્ડ રનમાં ઈજાગ્રસ્ત થયેલા કમલેશ પાનખરિયા (ઉં.વ.47)નું સાત દિવસની સારવાર બાદ 3 એપ્રિલના રોજ મોત નીપજ્યું છે. આ અંગે ટ્રાફિક પોલીસે કારચાલક સામે હિટ એન્ડ રનની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી હાથધરી છે. શું હતી સમગ્ર ઘટના? ગત શુક્રવારે અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર આવેલા પકવાનબ્રિજ ઉપર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક લાલ કલરની ફોક્સવેગન કારના ચાલકે બાઈક સવારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ફસાઈ ગયું હતું, તેમ છતાં કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ફસાયેલા બાઈક સાથે જ કારને 50થી 60 મીટર સુધી દોડાવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. લોકોએ કારને રોકી બોનેટમાંથી બાઈક કાઢ્યું હતું ઘટના બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કારચાલકને રોકીને કારના બોનેટમા ફ્સાયેલુ બાઈક બહાર કાઢયુ હતું. જે બાદ સ્થાનિકોએ તેને ખખડાવ્યો હતો. જે બાદ કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે એસજી હાઈવે ટ્રાફ્કિ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ ઘટનામાં 47 વર્ષીય બાઈકચાલક કમલેશ પાનખરિયાને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા સાત દિવસથી સારવારમાં હતાં.
    Click here to Read More
    Previous Article
    1.8 લાખ કિલોમીટર દૂરથી ઝળહળતી પૃથ્વીની સુંદરતા, PHOTOS:આર્ટેમિસ-2 મિશનના અવકાશયાત્રીઓએ ફોટા પાડ્યા; 1972 પછી પહેલીવાર ચંદ્રની નજીક જઈ રહ્યા છે માનવ
    Next Article
    વડોદરામાં સાંઈબાબાની પાલખી યાત્રા અને ભજન-કીર્તન:જાધવ અમી શ્રદ્ધા યુવક મંડળ દ્વારા બે દિવસીય કાર્યક્રમનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment