Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા પોલીસ બેડામાં મોટો ફેરફાર:SP હિમાંશુ સોલંકીએ એકસાથે 18 PIની આંતરિક બદલીના હુકમ કર્યા; લિવ રિઝર્વમાં રહેલા 13 અધિકારીઓને પોસ્ટિંગ મળ્યું

    2 days ago

    મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે અને જાહેર હિતને ધ્યાને રાખીને જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટર ની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. આ મોટા ફેરફારને પગલે જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. લિવ રિઝર્વમાં રહેલા 13 અધિકારીઓને પોસ્ટિંગ મળ્યું જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલા આ આદેશમાં મુખ્યત્વે લિવ રિઝર્વમાં રહેલા અને નવા આવેલા અધિકારીઓને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિગતો મુજબ, કુલ 18 અધિકારીઓમાંથી 13 પોલીસ ઇન્સ્પેક્ટરો જેઓ અત્યાર સુધી લિવ રિઝર્વમાં હતા તેમને અલગ-અલગ પોલીસ મથકોમાં નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. 5 PIની વર્તમાન ફરજ પરથી બદલી કરીને અન્ય જગ્યાએ નિમણૂક આ ઉપરાંત, જિલ્લામાં અગાઉથી કાર્યરત એવા અન્ય 5 પોલીસ ઇન્સ્પેક્ટરોની પણ તેમની વર્તમાન ફરજ પરથી બદલી કરીને અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમય બાદ એકસાથે આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીઓને કારણે પોલીસ તંત્રમાં નવીનતા આવશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તમામ બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી સોંપાયેલા નવા પોલીસ મથકોમાં હાજર થવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં સાંઈબાબાની પાલખી યાત્રા અને ભજન-કીર્તન:જાધવ અમી શ્રદ્ધા યુવક મંડળ દ્વારા બે દિવસીય કાર્યક્રમનું આયોજન
    Next Article
    Forget Democracy: Burkina Faso Military Leader To Citizens

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment