Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપનું ઓપરેશન ઘરવાપસી:સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાને પુનઃ ભાજપનો ખેસ પહેરાવાયો, મેયર વિરુદ્ધ ભ્રષ્ટચારના આક્ષેપ સાથે પત્રિકા ફરતી કરી હતી

    2 days ago

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે, ત્યારે ભાજપ દ્વારા ઓપરેશન ઘર વાપસી હાથ ધરવામાં આવ્યું છે. ભાજપના પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પત્રિકા ફરતી કરનાર ભાજપના જ સભ્ય અલ્પેશ લિંબાચિયાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા બાદ સામી ચૂંટણીએ તેઓને પાછો ભાજપનો ખેસ પહેરાવી પ્રવેશ આપવામાં આવ્યો છે, ત્યારે હવે ભાજપમાં જ આંતરિક વિખવાદ સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. અલ્પેશ લિંબાચિયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા પૂર્વ મેયર નિલેશ રાઠોડ સામે ભાજપના જ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાએ ભ્રષ્ટચારના આક્ષેપ સાથે પત્રીઓંક ફરતી કરી હોવાના આક્ષેપ હતા. આ મામલામાં પોલીસ ફરિયાદ થયા બાદ તેઓના સાળાનું નામ પણ ખુલ્યું હતું. સમગ્ર મામલે ભાજપે અલ્પેશ લીંબાચીયા સામે કડક રહે કાર્યવાહી કરી તેઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. જે તે સમયે પત્રિકાકાંડની તપાસમાં તેઓની ભૂમિકા સપાટી પર આવતાં અને પક્ષમાં કોઈ આવું કૃત્ય ન આચરે તેવો દાખલો બેસાડવા ભાજપે અલ્પેશ લિંબાચિયાને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી પક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવા નિર્ણય કર્યો છે, જ્યારે અલ્પેશ લિંબાચિયાએ કહ્યું કે, પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે. સસ્પેન્ડ થયા બાદ પણ પાર્ટી વિરુદ્ધ કામ નથી કર્યું અલ્પેશ લિંબાચિયાને ભાજપે વિધિવત રીતે ખેસ પહેરાવી પુનઃ પ્રવેશ આપ્યો હતો. ત્યારે અલ્પેશ લિંબાચિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સસ્પેન્ડ થયા બાદ પણ મેં ભાજપ વિરુદ્ધ કામ નથી કર્યું. જયારે સામાન્ય સભામાં મતદાન થકી કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે મેં ભાજપની તરફેણમાં જ મતદાન કર્યું છે. ત્યારે ભાજપે મારા ઉપર પુનઃ જવાબદારી મૂકી છે તેને હું એક કાર્યકર તરીકે પરિપૂર્ણ કરીશ. ત્રણ વર્ષમાં કોર્પોરેશનમાં જ્યારે પણ મતદાનની સ્થિતિ આવી, ત્યારે તેમણે હંમેશા ભાજપની તરફેણમાં જ મત આપ્યો છે. તેમણે ક્યારેય પણ પાર્ટીની શિસ્ત વિરુદ્ધ કામ કર્યું નથી અને ભવિષ્યમાં પણ નહીં કરે તેવી ખાતરી આપી હતી. ચૂંટણી લડુ કે નહીં તે પાર્ટી નિર્ણય કરશે આગામી સમયમાં ચૂંટણીઓ છે, ત્યારે અલ્પેશ લિંબાચિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં પાર્ટી જે નિર્ણય લેશે તે પ્રમાણે હું અનુસરીશ. તેઓ એક જ વાતને વળગી રહ્યા હતા કે પાર્ટી જે આદેશ કરશે તે પ્રમાણે કરીશ. ત્યારે આગામી સમયમાં ભાજપના સમીકરણો બદલાઈ શકે છે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. સિનિયર ધારાસભ્યએ મધ્યસ્થી કરી? અલ્પેશ લીંબાચીયા ગત ટર્મમાં વોર્ડ 19માંથી જીત્યા હતા. તેઓ દ્વારા સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નજીકના મનાતા અને તેઓના આશીર્વાદથી જ મેયર બનેલા નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા ફરતી કરવામાં આવી હતી. ત્યારે હાલની ચૂંટણીમાં અલ્પેશ લિંબાચિયાને ભાજપમાં પરત લેવામાં શું સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે જ મધ્યસ્થી કરી કે કેમ તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ અંગે યોગેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં એમ જણાવ્યું હતું કે, આ પાર્ટીનો નિર્ણય છે અને પાર્ટી કરે એ શિરોમાન્ય હશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ:વ્યાયામશાળામાં બકરાનું કપાયેલું માથું મળ્યું, હનુમાન જયંતીના દિવસે નવાયાર્ડ રેલવે કોલોનીમાં અસામાજિક તત્વોની હરકત
    Next Article
    પેટ્રોલ પુરાવવા બાબતે મારામારી:ચાર આરોપીને પોલીસે ઝડપ્યા, સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપ પર નોકરી કરતા કર્મચારી સાથે કરી હતી બબાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment