Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલ પુરાવવા બાબતે મારામારી:ચાર આરોપીને પોલીસે ઝડપ્યા, સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપ પર નોકરી કરતા કર્મચારી સાથે કરી હતી બબાલ

    2 days ago

    વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠેકરનાથ મહાદેવ મંદિર સામે પેટ્રોલ પંપ પર એક કર્મચારી સાથે પેટ્રોલ પુરાવવા જેવી નજીવી બાબતે મારામારી અને ધમકીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આરોપી તાસીનખાન ઉર્ફે સમીરખાન ઉર્ફે એડા યુનુસખાન પઠાણે પોતાના પાંચ-છ મિત્ર સાથે મળીને કર્મચારીને લાકડાના ફટકા માર્યા હતા. જેને લઈ પોલીસે કાર્યવાહી કરીને ચાર આરોપીને ઝડપી લીધા છે. ટાંકીમાંથી બોટલમાં પેટ્રોલ ભરવાનું કહી બબાલ કરી ફરિયાદી રાહુલભાઈ નાયકા (રહે. સંગમ સ્વાદ ક્વાર્ટર્સ, આઝાદ ચોક, હરણી રોડ, વડોદરા)એ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ સાંજે પોતાની નોકરી પર હાજર હતા. આ દરમિયાન એક અજાણ્યા એક્ટિવાના ચાલકે બોટલ લઈને પેટ્રોલ લેવા આવ્યા હતા. કર્મચારીએ ના પાડતા આરોપીએ ટાંકીમાં પેટ્રોલ ભરાવીને કહ્યું કે હવે ટાંકીમાંથી પેટ્રોલ કાઢી મને બોટલમાં ભરી આપ. બોલાચાલી અને ઝપાઝપી કરીને આરોપીઓ ફરાર કર્મચારીએ ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપીને ઝપાઝપી કરી હતી. તેણે ગડદાપાટુનો માર માર્યો અને પોતાના મોબાઈલથી મિત્રોને બોલાવ્યા હતા. ત્યારબાદ આરોપીના પાંચ-છ મિત્ર ફોર-વ્હીલર કારમાં આવ્યા અને ત્યાં ગેરકાયદે મંડળી રચી હતી. મિત્રો સાથે મળીને આરોપી કર્મચારીને ડરાવવા હાથમાં લાકડાના ફટકા લઈને બોલાચાલી અને ઝગડો કર્યો હતો. આરોપીઓએ ફરીથી ગાળો આપી અને ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તાસીનખાન ઉર્ફે સમીરખાન ઉર્ફે એડા યુનુસખાન પઠાણ ઉ.વ.26, તોફીક મહંમદઇકબાલ શેખ, મોહમદ નઇમ મોહમદ સાકીરભાઇ શેખ અને એઝાઝ મુઝફ્ફર શેખ ઉ.વ.38ને પોલીસે ઝડપી પાડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાજપનું ઓપરેશન ઘરવાપસી:સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાને પુનઃ ભાજપનો ખેસ પહેરાવાયો, મેયર વિરુદ્ધ ભ્રષ્ટચારના આક્ષેપ સાથે પત્રિકા ફરતી કરી હતી
    Next Article
    Rain In Gujarat | ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો | Gujarat | Weather Forecast | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment