Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ:વ્યાયામશાળામાં બકરાનું કપાયેલું માથું મળ્યું, હનુમાન જયંતીના દિવસે નવાયાર્ડ રેલવે કોલોનીમાં અસામાજિક તત્વોની હરકત

    3 days ago

    વડોદરા શહેરમાં હનુમાન જન્મોત્સવ જેવા પવિત્ર દિવસે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ફરી એકવાર શહેરમાં જોવા મળ્યો હતો.અસામાજિક તત્વોએ નવાયાર્ડ વિસ્તારમાં આવેલી વ્યાયામશાળાને નિશાન બનાવી તેમાં બકરાનું કપાયેલું માથું નાખીને હિન્દુ લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. વ્યાયામશાળામાં બકરાનું કપાયેલું માથુ મળ્યું શહેરના નવાયાર્ડ રેલવે કોલોનીમાં આવેલી વ્યાયામશાળામાં અસામાજિક શખ્સ દ્વારા બકરાનું કપાયેલું માથું નાખવામાં આવ્યું હોવાની ઘટના ચકચાર મચાવી છે. આ ઘટનાથી સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને વાતાવરણમાં તણાવ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ હિન્દુ યુવકો દ્વારા રેલવે પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી. જેના પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. હિન્દુ લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા પ્રયાસ પોલીસે હાલમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કૃત્ય પાછળ કોણ છે અને તેનો હેતુ શું હતો તે જાણવા માટે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પેટ્રોલિંગ પણ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કપાયેલું બકરાનું માથું નાખીને શહેરની શાંતિ ભંગ કરવા સાથે હિન્દુ લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા માટેનો પ્રયાસ કરાયો હતો. સંગઠનોએ DRM આવેદનપત્ર આપ્યું આજે હિન્દુ સંગઠનો દ્વારા DRM ઓફિસ ખાતે આવેદનપત્ર આપી આ વિસ્તારમાં બનેલી ઘટનાને લઈ ગંભીરતા દાખવી છે.આ મામલે રેલવે પોલીસે જાણાવાજોગ ફરિયાદ નોધી આ વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વાપી મહાનગરપાલિકા ચૂંટણી:કોંગ્રેસમાં 52 બેઠકો માટે ખેંચતાણ, 110 દાવેદારોએ ફોર્મ ભર્યા; આંકડો 225 પહોંચવાની શક્યતા
    Next Article
    ભાજપનું ઓપરેશન ઘરવાપસી:સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાને પુનઃ ભાજપનો ખેસ પહેરાવાયો, મેયર વિરુદ્ધ ભ્રષ્ટચારના આક્ષેપ સાથે પત્રિકા ફરતી કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment