Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્ની અન્ય શખસ સાથે ભાગી જતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો:પત્ની સાથે ઝઘડો થયા બાદ આવેશમાં આવી યુવકે ગળાફાંસો ખાધો, દીકરી જોઈ જતા જીવ બચી ગયો

    2 days ago

    રાજકોટ​ શહેરના પાંજરાપોળ પાસે આવેલા દુરાની પાર્ક વિસ્તારમાં રહેતા અને ચાંદી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સુરેન્દ્ર ઉર્ફે શુભમ માળી (ઉ.વ.32) નામના યુવકે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન તેમની દીકરીએ પિતાને આ હાલતમાં જોઈ બૂમો પાડતા પત્ની કિયાબેન અને આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા જેથી નીચે ઉતારી તાત્કાલિક 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સુરેન્દ્રભાઈને પત્ની સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો આ બોલાચાલી બાદ આવેશમાં આવી તેમણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું અને રૂમમાં જઈ પંખાના હૂક સાથે ગાળિયો બનાવી લટકી ગયા હતા હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પત્ની અન્ય શખસ સાથે ભાગી જતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો જૂનાગઢના કડીયાવાડ વણકરવાસમાં રહેતા વિજયભાઈ પરસોતમભાઈ ચુડાસમા (ઉં.વ.22)એ ગઈકાલે રાત્રે 3.30 વાગ્યા આસપાસ રાજકોટમાં પુનિતનગરના ટાંકા સામે વિશ્વકર્મા સોસાયટી નજીક આવેલ મેલડી માતાજીના મંદિર પાસે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસને વિજયએ જણાવ્યું કે, મારી પત્નીનું નામ કિરણ છે. કિરણનાં મારી સાથે બીજા લગ્ન છે. કિરણને આગલા ઘરના દીકરો અને દીકરી છે. જ્યારે અમારા લગ્ન જીવનથી 2 દીકરા છે. હાલ ચારેય સંતાન મારી સાથે રહે છે. મારે જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડ પાસે ચા ની હોટલ અને ગાદલાની દુકાન છે. મારી પત્ની અવાર નવાર ઘરેથી ચાલી જતી પણ પાછી આવી જતી. જોકે 4 મહિના પહેલા તે ઘરેથી ગઈ પછી પાછી આવી ન હતી. હું તેને શોધતો હતો. દરમ્યાન મને ઇન્સ્ટાગ્રામ રિલ્સમાં મયુર નામના યુવાનના એકાઉન્ટમાં રિલ્સ જોવા મળી. જેમાં મારી પત્ની અને તે દ્વારકામાં હતા તેવા ફોટા હતા. મેં મયુરનો કોન્ટેક કર્યો તો મયુરે ફોન પર જણાવ્યું કે બંને ખાલી ફ્રેન્ડ છે. પછી મેં હાઈલાઈટ જોતા મયુર સાથેનાં મારી પત્નીના અન્ય ફોટા જોયા. જેથી મયુર જામનગરનો હોવાની જાણ થતા હું જામનગર ગયો જ્યાં મયુરના ભાઈએ જણાવ્યું કે, મયુર રાજકોટ રહે છે. જેથી હું રાજકોટ આવ્યો પણ અહીંથી મયુર અને મારી પત્ની બંને ક્યાંક જતા રહ્યા હતા. જેથી કંટાળી મેં આ પગલું ભર્યું હતું. જામનગર રોડ ઉપર મનહરપુરમાં તસ્કરો ત્રાટકયા રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ મનહરપુર વિસ્તારમાં ચોરીની એક ઘટના સામે આવી છે. ફરિયાદી આશીફભાઈ નુરમહમદ ઠેબાએ જણાવ્યું હતું કે તારીખ 30 માર્ચના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ પોતાના પરિવાર સાથે કરણપરા ખાતે રહેતા તેમના સાળીના ઘરે રોકાવા ગયા હતા. આ દરમિયાન તેમનું મકાન બંધ હતું જેનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ઘરના મેઈન દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બીજા દિવસે એટલે કે સવારે 6 વાગ્યે જ્યારે આશીફભાઈ અને પરિવાર પરત ફર્યો, ત્યારે ઘરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતા માલુમ પડ્યું કે લોખંડના કબાટમાં રાખેલ પત્નીના બે અલગ-અલગ પર્સ ગુમ હતા. આ પર્સમાં ફરિયાદીએ પોતાની બચતના કુલ રૂ. 1.10 લાખ રોકડા રાખ્યા હતા જેની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૂની અદાવતમા મહિલા ઉપર પાડોશી પરિવારનો હુમલો નવલનગરમાં રહેતા સોનલબેન ગોપાલભાઈ પરમાર ગઈકાલે સાંજે 5.30 વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે હતા ત્યારે પાડોશમાં રહેતા સુરેશભાઈ, તેની પત્ની નીમુબેન, પુત્રી ગૌરીબેન અને વર્ષાબેન સહિતના શખ્સોએ ધસી આવી ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા આ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ સોનલબેન પર હોકી વડે હુમલો કરી ગંભીર માર માર્યો હતો. જેથી લોહીલુહાણ હાલતમાં સોનલબેનને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ​આ હુમલા પાછળનું કારણ સગીરાના અપહરણની જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. આરોપી સુરેશનો નાનો ભાઈ જયેશ અગાઉ ફરિયાદી સોનલબેનની સગીર દીકરીને ભગાડી ગયો હતો. આ બાબતે સોનલબેન અને તેમના પરિવારે માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જેનો ખાર રાખીને આરોપી પરિવાર અવારનવાર ઝઘડો કરતો હતો. બનાવના દિવસે સોનલબેનની દીકરી જ્યારે આરોપીની દુકાને દૂધ લેવા ગઈ હતી, ત્યારે આરોપીઓએ તેને માર મારવાનું શરૂ કર્યું હતું. પોતાની વ્હાલસોયી દીકરીને બચાવવા માટે સોનલબેન વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. હાલ આ મામલે પોલીસે હોસ્પિટલ પહોંચી સોનલબેનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    માળિયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ:24 બેઠકો માટે એક પણ દાવેદાર ન દેખાયો, નિરીક્ષકો જોતા રહ્યા રાહ, પણ કોઈ ડોકાયું નહીં
    Next Article
    મનપાની ચૂંટણી માટે AAPના 21 ઉમેદવારનું લિસ્ટ જાહેર:આમ આદમી પાર્ટીએ ભાવનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment