Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તમારો કારીગર મારી પત્નીને મેસેજ કેમ કરે છે':વડોદરામાં પત્નીને મેસેજ કરવા મામલે પતિએ ઉશ્કેરાઈને વેપારી પર બેટ અને છરાથી જીવલેણ હુમલો કર્યો, લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા

    4 days ago

    વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતાં પતિએ તેની પત્નીને મેસેજ કરવાના મુદ્દે વેપારી પર બેટ અને છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેથી વેપારી લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વેપારીને માથામાં ચાર ટકા આવ્યા છે. આ મામલે ફતેગંજ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા અને ચિકન શોપનો વ્યવસાય કરતા 44 વર્ષીય મહોમ્મદ ફારૂક ગુલામ કાદર શેખ બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા. ત્યારે તેમના કારખાનામાં કામ કરતા કારીગરનો ફોન આવ્યો હતો કે, ફૈસલ ઇફતીઆરખાન પઠાણ કારખાનામાં આવીને તેમની પત્નીને મેસેજ કરવાના મુદ્દે ઝઘડો કરી રહ્યો છે. થોડી જ વારમાં ફૈસલ પઠાણ ફારૂકભાઈના ઘરની નીચે પહોંચી ગયો હતો અને તમારો કારીગર મારી પત્નીને મેસેજ કેમ કરે છે, તેમ કહીને ઉશ્કેરાઈને બેટ વડે તેમના માથામાં જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાથી ફારૂકભાઈને ઈજા પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલા દરમિયાન તેમણે પોતાની બચાવ માટે નજીકમાં પડેલી લાકડી વડે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આરોપી દુકાનમાંથી માંસ કાપવાનો છરો લઈ આવ્યો હતો અને ફારૂકભાઈના હાથ પર હુમલો કર્યો હતો. જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં ઇજાગ્રસ્ત ફારુકભાઈને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમના માથામાં ચાર ટાંકા આવ્યા હતા. વેપારીએ આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે ફૈસલ ઇફતીઆરખાન પઠાણ (રહે. કમાટીપુરા, ફતેગંજ, વડોદરા) સામે કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત ભાજપ લઘુમતી મોરચાની નવી ટીમ જાહેર:વિવિધ જિલ્લાઓને પ્રતિનિધિત્વ, સંગઠન મજબૂત કરવાની દિશામાં પગલું, પ્રદેશ પ્રમુખની મંજૂરી બાદ 21 સભ્યોની નિયુક્તિ
    Next Article
    સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર જોખમી સ્ટંટ કરવો યુવકને ભારે પડ્યો:પોલીસે સ્ટંટબાજની અટકાયત કરી બાઈક કબ્જે કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment