Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર જોખમી સ્ટંટ કરવો યુવકને ભારે પડ્યો:પોલીસે સ્ટંટબાજની અટકાયત કરી બાઈક કબ્જે કરી

    4 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર જોખમી બાઇક સ્ટંટનો એક કિસ્સો સામે આવ્યો છે. વેરાવળના કાજલી યાર્ડ નજીક એક યુવકે બાઇક પર જીવલેણ સ્ટંટ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મીડિયા અહેવાલ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્ટંટ કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. વાયરલ થયેલા ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવક યામાહા MT-15 બાઇક પર દોડતી વખતે સ્ટીયરિંગ પરથી બંને હાથ છોડી દે છે અને બાઇક પર ઊભો રહી સ્ટંટ કરે છે. વ્યસ્ત નેશનલ હાઇવે પર આ પ્રકારની બેદરકારી અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી શકે છે. મીડિયામાં આ અહેવાલ પ્રસિદ્ધ થતાં જ પ્રભાસ પાટણ પોલીસ અને જિલ્લા ટ્રાફિક શાખા સક્રિય થઈ હતી. જિલ્લા ટ્રાફિક શાખાના વિજયભાઈ ગોવિંદભાઈ બારડ અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ગુજકોપના આધારે આરોપીની ઓળખ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીની ઓળખ પ્રભાસ પાટણના લાલજી સોમાભાઈ બામણીયા (ઉંમર 32) તરીકે થઈ હતી. તેણે કબૂલ્યું હતું કે 2 એપ્રિલના રોજ સુત્રાપાડા હનુમાન જયંતિ પ્રસંગે જતી વખતે તેણે કાજલી બાયપાસ રોડ પર આ સ્ટંટ કર્યો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. પોલીસે આરોપીની યામાહા MT-15 બાઇક (રજી. નં. GJ-32-AC-9598) કબ્જે કરી છે, જેની અંદાજિત કિંમત 50,000 રૂપિયા છે. લાલજી બામણીયા વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર માર્ગો પર સ્ટંટ કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    'તમારો કારીગર મારી પત્નીને મેસેજ કેમ કરે છે':વડોદરામાં પત્નીને મેસેજ કરવા મામલે પતિએ ઉશ્કેરાઈને વેપારી પર બેટ અને છરાથી જીવલેણ હુમલો કર્યો, લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા
    Next Article
    Gujarat Rain In Summer | સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ | Saurashtra | Unseasonal Rain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment