Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરેઠ બેઠક પર કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા:સુરતમાં લાજ કાઢી દેરાણી-જેઠાણીએ ટિકિટ માંગી, અમદાવાદમાં નેતા-પુત્રો અને પ્રિન્સિપાલ-એડવોકેટ મહિલાની દાવેદારી

    4 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26 એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. આજે(3 એપ્રિલ) અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ હતી. શાહીબાગમાં ખાડિયા વોર્ડની સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા હતા. જેમાં પૂર્વ MLA ભૂષણ ભટ્ટના પુત્ર જૈવલ ભટ્ટ અને ખાડિયા વોર્ડમાંથી ચૂંટણી લડી ચૂકેલા પૂર્વ કોર્પોરેટર મયુર દવેના પુત્ર શાલીન દવેએ પણ દાવેદારી નોંધાવી હતી. તો પ્રિન્સિપાલ અને એડવોકેટ મહિલાઓ પણ ભાજપની ટિકિટ લેવા સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા હતા. સુરતમાં પાટીદાર અગ્રણી ધાર્મિક માલવિયાએ ભાજપમાંથી તો તેમના પત્ની એડવોકેટ મોનાલી હિરપરાએ AAPમાંથી દાવેદારી નોંધાવી હતી. બંને પતિ-પત્નીએ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં-2માંથી જ ટિકિટ માગી છે. ઉલ્લેખનીય છે કે AAPના શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, મોનાલી હિરપરા છેલ્લા પાંચ વર્ષથી પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વોર્ડ નંબર 2 માટે ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરી છે. આ મામલે વિવાદ થતાં મોનાલી હિરપરાએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી હતી કે મેં 2026ના કોર્પોરેશનના ઇલેક્શનમાં કોઈ જ રાજકીય પક્ષમાંથી દાવેદારી નોંધાવી નથી. તો લાજ કાઢી દેરાણી-જેઠાણી પણ ટિકિટ માંગવા પહોંચ્યા હતા. તો રાજકોટમાં હાસ્ય કલાકાર ધીરુ સરવૈયાના દીકરાએ ટિકિટ માંગી હતી. તો AICC દ્વારા ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણી માટે મેદાને ઉતાર્યા છે. આજે દિવસભર અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર સહિત રાજ્યભરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. અમદાવાદમાં આર.કે રોયલ હોલ-સાયન્સ સિટી, ખેતી બેંક-નારણપુરા, રાણીસતી મંદિર-શાહીબાગ, નવનીત ભવન-ચંદ્રનગર, ઓઢવ GIDC ઓફિસ, NIA હોલ-નરોડા, કેપ્રીકોન બેન્કવેટ હોલ-સરસપુર ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. તો સુરત ભાજપ કાર્યાલય ખાતે સતત ત્રીજા દિવસે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ જોવા મળ્યો હતો. જેમાં વોર્ડ નંબર 25થી 30 સુધીના વિસ્તારો જેવા કે લિંબાયત, ઉધના યાર્ડ, ગોડાદરા, ડિંડોલી, પાંડેસરા, ભેસ્તાન, અલથાણ, બમરોલી અને સચિન-આભવા સહિતના વોર્ડ માટે દાવેદારોની સેન્સ પ્રક્રિયા ચાલી હતી. સુરત ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ મહામંત્રી અને સુરત શહેર પ્રભારી પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં બે ઝોનમાં સેન્સ પ્રક્રિયા ચાલી હતી. જેમાં રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા ચાલી હતી. તો ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. શહેરના તમામ વોર્ડને ત્રણ અલગ-અલગ જૂથમાં વહેંચીને સેન્સ લેવાઈ હતી. અમદાવાદના શાહીબાગમાં ખાડિયા વોર્ડની સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા હતા. જેમાં પૂર્વ MLA ભૂષણ ભટ્ટના પુત્ર જૈવલ ભટ્ટ અને ખાડિયા વોર્ડમાંથી ચૂંટણી લડી ચૂકેલા પૂર્વ કોર્પોરેટર મયુર દવેના પુત્ર શાલીન દવેએ પણ દાવેદારી નોંધાવી હતી. અમદાવાદના સરસપુરમાં કેપ્રીકોન બેન્કવેટ હોલમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં નરોડાની ડો. બી.આર.આંબેડકર લો કોલેજના પ્રિન્સિપાલ અમી માનવારાએ સરસપુર-રખિયાલ વોર્ડમાંથી દાવેદારી નોંધાવી હતી. તેઓ પૂર્વ IAS પી. વી. પટણીના પુત્રી અને એડિશનલ કલેક્ટર તેમજ ટ્રાન્સપોર્ટના જોઈન્ટ કમિશનર વિજય પટણીના બહેન છે. સાથે જ ઘી-કાંટા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ વિધિ સોજીત્રાએ ભાજપમાંથી સરસપુર-રખિયાલ વોર્ડ માટે દાવેદારી નોંધાવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતની લોધિકા બેઠક પર હાસ્ય કલાકાર ધીરુ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી હતી. ધીરુ સરવૈયા પણ ભાજપના સભ્ય છે. તો સુરતમાં લાજ કાઢી દેરાણી-જેઠાણી ટિકિટ માંગવા આવ્યા છે. આગામી ચૂંટણી માટે જ્યારે જેઠાણી મકુ ભરવાડ ભાજપમાંથી ટિકિટ માંગવા માટે હાઈકમાન્ડ સમક્ષ પહોંચ્યા, ત્યારે તેમના સમર્થનમાં દેરાણી મીના ભરવાડ પણ ખભેખભો મિલાવીને ઉભા જોવા મળ્યા હતા. સૌનું ધ્યાન ત્યારે ખેંચાયું જ્યારે દેરાણી પરંપરાગત મર્યાદા જાળવી ઘૂંઘટ તાણીને જેઠાણીની બાજુમાં બેસી રહ્યા હતા. સુરતમાં પાટીદાર અગ્રણી ધાર્મિક માલવિયાએ ભાજપમાંથી તો તેમના પત્ની એડવોકેટ મોનાલી હિરપરાએ AAPમાંથી દાવેદારી નોંધાવી હતી. બંને પતિ-પત્નીએ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં-2માંથી જ ટિકિટ માગી છે. ઉલ્લેખનીય છે કે AAPના શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, મોનાલી હિરપરા છેલ્લા પાંચ વર્ષથી પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વોર્ડ નંબર 2 માટે ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરી છે. વિવાદ થતાં મોનાલી હિરપરાએ સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું હતું કે, વર્ષ 2021ના કોર્પોરેશનના ઇલેક્શનથી આપ સૌના સ્નેહ અને સાથ સહકારથી મારી રાજકીય સફરની શરૂઆત કરી હતી. આવનારા સમયમાં હું મારી પારિવારિક જવાબદારીઓની સાથે સાથે જે પણ સમય મળશે તે સમયમાં સામાજીક અને મારા વકીલાતના વ્યવસાયમાં મારી કારકિર્દી આગળ વધારવા માંગુ છું. માટે મેં આવનાર 2026ના કોર્પોરેશનના ઇલેક્શનમાં કોઈ જ રાજકીય પક્ષમાંથી દાવેદારી નોંધાવી નથી. હવે આવનારા સમયમાં સામાજિક ક્ષેત્રમાં આપને જ્યાં પણ જરૂર હશે ત્યાં હું મારાથી જે પણ મદદ કરી શકાશે તે મદદ કરવા આપને સહકાર આપીશ. વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીની જાહેરાત વચ્ચે શહેરના વોર્ડ નંબર-1માં નિઝામપુરા વિસ્તારમાં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીઓમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ ‘જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં’ના પોસ્ટર બેનર લગાવી વિરોધ નોંધાવ્યો છે. તો સુરતના અડાજણ વિસ્તારમાં તાડવાડી સ્થિત ઐતિહાસિક ગોરાટ હનુમાન મંદિરની સુરક્ષા અને અશાંતધારાના ઉલ્લંઘનને મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરની આસપાસના વિસ્તારોમાં અને સોસાયટીઓના ગેટ પર વિરોધ પ્રદર્શન કરતા પોસ્ટરો અને બેનરો લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે કે, ‘ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું.’ સ્થાનિકોનો આક્ષેપ છે કે અશાંતધારો અમલી હોવા છતાં નિયમોને નેવે મૂકીને અન્ય ધર્મના લોકોને અહીં વસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે 3 એપ્રિલ ગુરૂવારના રોજ અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં નિરીક્ષકો ઉમેદવારી નોંધાવવા આવતા દાવેદારોને સાંભળશે, ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા માટે જે ફોર્મ ભરાવવામાં આવે છે તેમાં દાવેદારીના ફોર્મ ઉપરાંત એક અન્ય ફોર્મ પણ ભરાવવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લી ત્રણ ચૂંટણીની માહિતી ભરવાની છે જેમાં કયા વર્ષમાં ચૂંટણી લડ્યા છે. તેમાં હાર થઈ કે જીત થઈ તેની વિગતો ભરવાની રહેશે. અગાઉ કોઈ પદ મેળવી ચૂક્યા છે કે તેની પણ વિગતો આપવાની રહેશે. આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને તક મળશે ઉલ્લેખનીય છે કે, 2 એપ્રિલના રોજ ગાંધીનગરમાં ભાજપની સેન્ટ્રલ ઈલેકશન કમિટી (CEC)ની બેઠક મળી હતી. જેમાં આગામી ચૂંટણીમાં 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ લડી ચૂકેલા કોર્પોરેટરોને રિપિટ નહીં કરવા પાર્ટીએ મન બનાવી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કે આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને તક મળશે. દિવસભરની રાજકીય ગતિવિધિઓની પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ.
    Click here to Read More
    Previous Article
    ભારત જતું ઈરાની તેલ ટેન્કર ચીન તરફ વળ્યું:ગુજરાતના વાડીનાર આવી રહ્યું હતું ને દિશા બદલી નાખી, પેમેન્ટના વિવાદની આશંકા
    Next Article
    ચાલુ ટ્રેને ચડવા જતાં મહિલા પ્લેટફોર્મ પર પટકાઈ, CCTV:ઉતાવળે કોચમાં ચડવાનો પ્રયાસ કરતા સંતુલન બગડ્યું અને પગ લપસ્યો, સુરત રેલવે સ્ટેશન પર GRP જવાનોએ મોતના મુખમાંથી ખેંચી લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment