Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલુ ટ્રેને ચડવા જતાં મહિલા પ્લેટફોર્મ પર પટકાઈ, CCTV:ઉતાવળે કોચમાં ચડવાનો પ્રયાસ કરતા સંતુલન બગડ્યું અને પગ લપસ્યો, સુરત રેલવે સ્ટેશન પર GRP જવાનોએ મોતના મુખમાંથી ખેંચી લીધી

    4 days ago

    સુરત રેલવે સ્ટેશન પર ફરી એકવાર ખાખીનો માનવીય ચહેરો અને સતર્કતા જોવા મળી છે. પ્લેટફોર્મ પર ફરજ બજાવતા જીઆરપીના બે જવાનોએ એક મહિલા મુસાફરનો જીવ બચાવી લેતા સ્ટેશન પર હાજર સૌ કોઈએ તેમને સલામી આપી હતી. અમૃતસર વીકલી ટ્રેનમાં ચડતી વખતે પગ લપસતા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ જાય તે પહેલા જ જવાનોએ તેને ખેંચી લીધી હતી. અમૃતસર વીકલી ઉપડતી હતી ને મહિલાએ દોટ મૂકી ઘટનાની વિગત મુજબ, પ્લેટફોર્મ પરથી ટ્રેન નંબર 12483 (અમૃતસર વીકલી એક્સપ્રેસ) ધીમી ગતિએ રવાના થઈ રહી હતી. આ સમયે એક મહિલા મુસાફરે ઉતાવળમાં ચાલુ ટ્રેને કોચમાં ચડવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, ગતિને કારણે મહિલાએ સંતુલન ગૂમાવ્યું હતું અને તેનો પગ લપસ્યો હતો. જોતજોતામાં મહિલા ટ્રેન સાથે પ્લેટફોર્મ પર ઢસડાવા લાગી હતી. એટલું જ નહીં પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ફસાય જોય તો જીવલેણ સાબિત થઈ શકે તેમ હતું. નિતિનભાઈ અને અનિલભાઈ દેવદૂત બનીને આવ્યા પ્લેટફોર્મ પર સુરક્ષામાં તૈનાત GRP હેડ કોન્સ્ટેબલ નિતિન વસાવા અને અનિલભાઈની નજર આ મહિલા પર પડી હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખીને બંને જવાનોએ એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના મહિલા તરફ દોટ મૂકી હતી. મહિલા ટ્રેનની નીચે ફંગોળાય તે પહેલા જ બંને જવાનોએ તેને મજબૂતીથી પકડી પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે ખેંચી લીધી હતી. CCTVમાં કેદ થઈ જવાનોની બહાદુરી આ સમગ્ર ઘટનાને નજરે જોનારા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. મહિલાનો આબાદ બચાવ થતા સ્ટેશન પર હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી વાયુવેગે ફેલાઈ હતી અને લોકો આ બંને જબાંઝ પોલીસકર્મીઓને 'રિયલ લાઈફ હીરો' ગણાવી રહ્યા છે. જીઆરપીના ઉચ્ચ અધિકારીઓએ પણ નિતિનભાઈ અને અનિલભાઈની કામગીરીને બિરદાવી છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરેઠ બેઠક પર કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા:સુરતમાં લાજ કાઢી દેરાણી-જેઠાણીએ ટિકિટ માંગી, અમદાવાદમાં નેતા-પુત્રો અને પ્રિન્સિપાલ-એડવોકેટ મહિલાની દાવેદારી
    Next Article
    AAPના કાર્યકરો પર કેસ મુદ્દે રાજકીય તણાવ:કેજરીવાલે CMને પત્ર લખતા ભાજપનો પ્રતિકાર, ગોપાલ ઈટાલિયાની કટાક્ષભરી પ્રતિક્રિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment