Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત જતું ઈરાની તેલ ટેન્કર ચીન તરફ વળ્યું:ગુજરાતના વાડીનાર આવી રહ્યું હતું ને દિશા બદલી નાખી, પેમેન્ટના વિવાદની આશંકા

    2 days ago

    ભારત જતું એક ઈરાની ક્રૂડ ઓઈલ ટેન્કર અચાનક રસ્તો બદલીને ચીન તરફ આગળ વધ્યું. આ ટેન્કર લગભગ સાત વર્ષમાં ભારત પહોંચનાર પ્રથમ ઈરાની ઓઈલ જહાજ હતું અને ગુજરાતના વાડીનાર બંદર તરફ જઈ રહ્યું હતું. તે આશરે 6,00,000 બેરલ ક્રૂડ ઓઈલ લઈ જઈ રહ્યું હતું. શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, જહાજ છેલ્લા ત્રણ દિવસથી ભારત તરફ જઈ રહ્યું હતું, પરંતુ ગુજરાત પહોંચતા પહેલા જ તેણે રસ્તો બદલી નાખ્યો અને હવે ચીનના ડોંગયિંગ તરફ જઈ રહ્યું છે. નિષ્ણાતો માને છે કે પેમેન્ટની સમસ્યાઓ આ પાછળનું કારણ હોઈ શકે છે. કેપ્લરના મુખ્ય રિસર્ચ એનાલિસ્ટ સુમિત રિટોલિયાના જણાવ્યા અનુસાર, સપ્લાયર્સ અગાઉ 30 થી 60 દિવસની ક્રેડિટ ઓફર કરતા હતા, પરંતુ હવે તેઓ એડવાન્સ અથવા તાત્કાલિક ચુકવણીની માંગ કરી રહ્યા છે. આ કારણે સોદો અટકી ગયો અને ટેન્કરે તેનો રૂટ બદલી નાખ્યો. જો કે, જહાજનું AIS (ટ્રેકિંગ સિસ્ટમ) ગમે ત્યારે બદલી શકાય છે. જો પેમેન્ટની સમસ્યાઓ ઉકેલાઈ જાય, તો ટેન્કર ભારત પરત ફરી શકે છે. નયારા એનર્જી પાસે વાડીનાર બંદર પર લગભગ 20 મિલિયન ટનની ક્ષમતા ધરાવતી રિફાઇનરી છે, જ્યાં ટેન્કર આવવાની સંભાવના હતી. નોંધનીય છે કે 2018 સુધી ભારત ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું ઓઈલ ખરીદતું હતું. તે સમયે ભારત દરરોજ આશરે 5,18,000 બેરલ ઈરાની ઓઈલ આયાત કરતું હતું, જે તેની કુલ આયાતના આશરે 11.5% હતું. જોકે, યુએસ પ્રતિબંધો બાદ, ભારતે ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું અને અન્ય દેશો પાસેથી પુરવઠો વધાર્યો. તાજેતરમાં યુએસએ દરિયામાં ઈરાની ઓઈલ ખરીદવાની મંજૂરી આપતા મર્યાદિત 30 દિવસની મુક્તિ આપી. આ મુક્તિ 19 એપ્રિલ સુધી માન્ય છે.
    Click here to Read More
    Previous Article
    Blind, one-sided and conspiratorial: How Indian media keeps getting Myanmar wrong
    Next Article
    ઉમરેઠ બેઠક પર કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા:સુરતમાં લાજ કાઢી દેરાણી-જેઠાણીએ ટિકિટ માંગી, અમદાવાદમાં નેતા-પુત્રો અને પ્રિન્સિપાલ-એડવોકેટ મહિલાની દાવેદારી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment