Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હવે આ મામલામાં ન પડતો નહીંતર જાનથી મારી નાખીશું':મિત્રની પત્ની સાથેના આડા સંબંધની જાણ કરવાની આશંકામાં યુવક પર પાઈપથી હુમલો, ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

    5 days ago

    ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં એક યુવકને તેના મિત્રની પત્ની સાથેના આડસંબંધની જાણ કરી હોવાની આશંકામાં ત્રણ યુવકોએ રાત્રે ઘરની બહાર બોલાવીને હુમલો કર્યો હતો. આરોપીઓએ યુવકને પકડી રાખીને પાઈપથી ગાલ પર ઘા કર્યા અને જીવનની ધમકી આપી હતી. આરોપીઓએ શંકાના આધારે યુવકને ઢોરમાર માર્યો મોતીતળાવ વિસ્તારમાં શેરી નંબર-0, બુરાની મસ્જિદના ખાંચામાં રહેતા જુનેદભાઈ જબ્બારભાઈ ખ્વાજાએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મિત્રની પત્ની અરમાન મુનાફભાઈ મલેક સાથે પ્રેમસંબંધ ધરાવે છે. જુનેદભાઈએ આ વાત તેમના મિત્ર અને પરિવારને જણાવી હોવાની આશંકા રાખીને આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. ગત રાત્રે 12.15 વાગ્યે અરમાન મુનાફભાઈ મલેક, અમન અને નુરદીન ઉર્ફે ભુજી (ત્રણેય મોતીતળાવ, કુંભારવાળા)એ જુનેદભાઈને ફોન કરીને ઘરની બહાર બોલાવ્યા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો ત્યારબાદ ત્રણેયે તેમના પર હુમલો કર્યો. અરમાન અને અમને જુનેદભાઈને પકડી રાખ્યા હતા, જ્યારે નુરદીન ઉર્ફે ભુજીએ પાઈપથી તેમના ગાલ પર ઘા કર્યા હતા. આરોપીઓએ ઢીંકાપાટુનો માર પણ માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ જુનેદભાઈને ધમકી આપી હતી કે, “હવે તું આ મામલામાં નહીં પડે, નહીંતર તને જાનથી મારી નાખીશું.” ઈજાગ્રસ્ત હાલતમાં જુનેદભાઈને ભાવનગરની સરકારી ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ કરી જુનેદભાઈની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે ત્રણેય આરોપીઓ અરમાન મુનાફભાઈ મલેક, અમન અને નુરદીન ઉર્ફે ભુજી વિરુદ્ધ BNS એક્ટની કલમ 118(1), 351(3), 352, 54, 125(A) તેમજ જીપી એક્ટની કલમ- 135 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ મોતીતળાવ વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અશાંતધારો અમલમાં છતાં મિલકતના સોદાઓમાં ભ્રષ્ટાચાર?:SDMના ડ્રાઈવરના ઓડિયો-વીડિયો વાયરલ, આરોપી મોમીન વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી
    Next Article
    દલિત યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ:રાજકોટ ક્રાઈમ બ્રાંચે હમીર જોગરાણાને અંકલેશ્વરથી ઝડપ્યો, મૃતક અને આરોપી એક જ યુવતીના હતા સંપર્કમાં; 5 લાખની માંગણી કરતા થઈ હતી માથાકૂટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment