Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં પિકઅપ ડાલાની ટક્કરે સિક્યુરિટી ગાર્ડનું મોત:રાધનપુર ચોકડીથી મોઢેરા સર્ક્લ વચ્ચે હાઈવે પર ગમખ્વાર અકસ્માત

    2 days ago

    મહેસાણા શહેરના રાધનપુર ચોકડીથી મોઢેરા સર્કલ વચ્ચેના હાઈવે પર ગત બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા પિકઅપ ડાલાએ એક્ટિવાને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા ખાનગી કંપનીના સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પિકઅપ ડાલા એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી મૂળ ભાન્ડુ ગામના વતની અને હાલ મહેસાણા કસ્બા પોલીસ ચોકી સામે રહેતા રાધેશ્યામ વિશ્વકર્મા (સુથાર) વિમલ ડેરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ગત બપોરે તેઓ પોતાનું એક્ટિવા (નંબર: GJ-02-AM-0790) લઈને રાધનપુર ચોકડીથી મોઢેરા સર્કલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર પિકઅપ ડાલા (નંબર: GJ-15-AX-7484) ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટૂંકી સારવાર દરમિયાન દમ તોડ્યો અકસ્માતમાં રાધેશ્યામભાઈને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા જ પુત્ર શિવકુમાર સહિતના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા. ઇજાગ્રસ્તને મહેસાણા સિવિલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી આ બનાવ અંગે મૃતકના પુત્રએ પિકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરોલીમાં કચરાની ગાડી ગટરમાં ગરકાવ:ઢાંકણું તૂટતા ટાયર ફસાયું અને ગાડી હવામાં અધ્ધર થઈ ગઈ; ભારે જહેમત બાદ ગાડીને બહાર કાઢી, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    મહીસાગર LCBએ પ્રોહીબિશન ગુનાનો આરોપી ઝડપ્યો:વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં ફરાર જગપાલસિંહ ઉર્ફે જોની ચુંડાવત પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment