Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરોલીમાં કચરાની ગાડી ગટરમાં ગરકાવ:ઢાંકણું તૂટતા ટાયર ફસાયું અને ગાડી હવામાં અધ્ધર થઈ ગઈ; ભારે જહેમત બાદ ગાડીને બહાર કાઢી, કોઈ જાનહાનિ નહીં

    2 days ago

    સ્માર્ટ સિટી સુરતના અમરોલી વિસ્તારમાં આજે સવારે એક અજીબોગરીબ અકસ્માત સર્જાયો હતો. સુરત મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરો ઉપાડતી ગાડી સોસાયટીમાં કામગીરી દરમિયાન ગટરના ઢાંકણામાં ફસાઈ ગઈ હતી. ગટરનું ઢાંકણું અચાનક તૂટી પડતા ગાડીનું પાછળનું ટાયર અંદર ગરકાવ થઈ ગયું હતું, જેના કારણે આખું વાહન એક તરફ નમી પડ્યું હતું. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ગટરના ઢાંકણા પર ગાડીનું ટાયર આવતા જ ઢાંકણું તૂટી ગયું મળતી માહિતી મુજબ, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં દરરોજની જેમ સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કચરો એકત્રિત કરતી ગાડી સવારે કચરો લેવા માટે પ્રવેશી હતી. સોસાયટીના આંતરિક રસ્તા પરથી જ્યારે આ ભારે વાહન પસાર થઈ રહ્યું હતું, ત્યારે રસ્તાની સાઇડમાં આવેલા ગટરના ઢાંકણા પર ગાડીનું ટાયર આવતા જ ઢાંકણું તૂટી ગયું હતું. ગાડી ફસાઈ જવાથી ડ્રાઈવર અને હેલ્પર મુશ્કેલીમાં મુકાયા જોતજોતામાં ગાડીનું પાછળનું જમણી બાજુનું ટાયર ગટરની અંદર ઉતરી ગયું હતું. વાહન કચરાથી ભરેલું હોવાથી તેનું વજન વધારે હતું, જેના કારણે ગાડી આગળથી ઊંચી થઈ ગઈ હતી અને એક ટાયર પર હવામાં અધ્ધર ઊભી રહી ગઈ હતી. ગાડી ફસાઈ જવાથી ડ્રાઈવર અને હેલ્પર મુશ્કેલીમાં મુકાયા હતા. જેક અને અન્ય સાધનોની મદદથી ગાડીને બહાર કાઢી શરૂઆતમાં ગાડીને જાતે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વાહન ભારે હોવાથી અને ગટરનું પોલાણ વધારે હોવાથી સફળતા મળી નહોતી. અંતે સ્થાનિક રહીશોની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ જેક અને અન્ય સાધનોની મદદથી ફસાયેલી કચરાની ગાડીને ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પહોંચી નથી.
    Click here to Read More
    Previous Article
    મનોદિવ્યાંગ સૈયદ રેહાનના ચિત્રોનું પ્રદર્શન:શારદા સ્પેશિયલ સ્કૂલ, બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજન કરવામાં આવ્યું
    Next Article
    મહેસાણામાં પિકઅપ ડાલાની ટક્કરે સિક્યુરિટી ગાર્ડનું મોત:રાધનપુર ચોકડીથી મોઢેરા સર્ક્લ વચ્ચે હાઈવે પર ગમખ્વાર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment