Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીમાડા ચાર રસ્તાનું નામ બદલાયું:હવે 'જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક' તરીકે ઓળખાશે, સમિતિની મંજૂરી

    13 hours ago

    સુરતના સીમાડા નાકા ચાર રસ્તાનું નામ બદલીને 'જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક' કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આજે શ્રી વ્રજવિલાસ હવેલીના ૧૦મા પાટોત્સવ નિમિત્તે આ નામકરણ સમારોહ યોજાયો હતો. વરાછા રોડ પર મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો વસવાટ કરે છે અને સીમાડા નાકા ખાતે છેલ્લા ૧૦ વર્ષથી શ્રી વ્રજવિલાસ હવેલી આવેલી છે. આ સંપ્રદાયના સ્થાપક જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના નામ પરથી ચોકનું નામ રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને ભારતીય જનતા પાર્ટીના પ્રયાસોથી આ નામકરણનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયો હતો, જેને મંજૂરી મળી હતી. નામકરણ સમારોહમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ, વૈષ્ણવાચાર્ય પુરુષોત્તમલાલજી મહારાજ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે 'જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક'નું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ નામકરણથી શ્રી વ્રજવિલાસ હવેલીના જયેશ લાખાણી, જીતુ ભીમાણી, રજની ચાંચડ, મુકેશ લાખાણી, વિશ્વાસ વેકરિયા, કિશન ગજેરા, અશ્વિન લીંબાસિયા, અજય સોંડાગર સહિત કમિટીના સભ્યો અને સુરતમાં વસતા લાખો વૈષ્ણવોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશને વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ઉજવ્યો:લર્નિંગ ક્લિનિક સ્કૂલના દિવ્યાંગ બાળકોને ભોજન અને ભેટ અપાઈ
    Next Article
    KP ફાઉન્ડેશન દ્વારા નગર પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ:186 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment