Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    KP ફાઉન્ડેશન દ્વારા નગર પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ:186 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા

    2 days ago

    સુરત ખાતે નગર પ્રાથમિક શાળા નંબર 149 માં KP Human Development Foundation દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 186 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં પ્રાથમિક સ્તરથી જ અભ્યાસ પ્રત્યે ઉત્સાહ, આત્મવિશ્વાસ અને પ્રગતિશીલ વલણ વિકસાવવાનો હતો. KP ગ્રૂપના ચેરમેન ડૉ. ફારૂક પટેલે કહ્યું. "બાળકો દેશનું ભવિષ્ય છે. જો આપણે તેમને પ્રાથમિક કક્ષાથી જ પ્રોત્સાહન આપીએ, તો તેઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ જીવનમાં વધુ સારી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. KP Human Development Foundationનો હેતુ દરેક બાળક સુધી ગુણવત્તાસભર શિક્ષણ અને પ્રેરણા પહોંચાડવાનો છે." કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય, શિક્ષકો અને KP ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ઇનામ પ્રાપ્ત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સીમાડા ચાર રસ્તાનું નામ બદલાયું:હવે 'જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક' તરીકે ઓળખાશે, સમિતિની મંજૂરી
    Next Article
    મનોદિવ્યાંગ સૈયદ રેહાનના ચિત્રોનું પ્રદર્શન:શારદા સ્પેશિયલ સ્કૂલ, બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજન કરવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment