Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં રાજ્યપાલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંમેલન:રાસાયણિક ખેતીના જોખમો પર ચિંતા, ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ ગામ સ્થિત તિરૂપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેતી અને પર્યાવરણના જતન માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8 લાખથી વધુ ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મહાઅભિયાનમાં જોડાઈ ચૂક્યા છે, જે પરિવર્તનની દિશામાં એક મોટું કદમ છે. આ પ્રસંગે પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે વિશેષ ઉપસ્થિત રહીને ઉપસ્થિત જનમેદનીને આશીર્વચન પાઠવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ અને સ્વામી સચ્ચિદાનંદજી દ્વારા રાજ્યપાલનું પ્રાકૃતિક કૃષિના 'ભીષ્મ પિતા' નો ખિતાબ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંમેલનને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના કારણે વધતા જતા કેન્સર, હાર્ટ અટેક, ડાયાબિટીસ અને કિડની ફેલ્યોર જેવા રોગો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એક વૈજ્ઞાનિક સંશોધનનો હવાલો આપતા જણાવ્યું હતું કે, 105 માતાઓના દૂધના પરીક્ષણમાં યુરિયા અને આર્સેનિક જેવા ઝેરી તત્વો મળી આવ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે. રાસાયણિક ખેતીને વિદેશી પદ્ધતિ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, યુરિયાના લીધે બનતો નાઈટ્રસ ઓક્સાઈડ ગેસ કાર્બન ડાયોક્સાઈડ કરતા 312 ગણો વધુ ખતરનાક છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે. રાસાયણિક ખેતીના કારણે ધરતી માતા ઝેરી બની છે અને ભૂગર્ભ જળમાં પણ નાઈટ્રેટનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂકતા રાજ્યપાલે વૃક્ષોને 'દેવતા' સમાન ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ ત્રણ વર્ષ સુધી વૃક્ષનું જતન કરે છે, તે વૃક્ષ તેને આજીવન પાળે છે. કાર્યક્રમ દરમિયાન એક ઉમદા નિર્ણય લેતા રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી મિશન માટે મળેલી રૂ. 1,11,111 ની રાશી સ્થળ પર જ 'ગંગા સ્વરૂપા' વિધવા બહેનોના કલ્યાણ અને તેમના બાળકોના શિક્ષણ માટે અર્પણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને તિરુપતિ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા જળ સંરક્ષણ અને પર્યાવરણના કાર્યોની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા તિરૂપતિ ઋષિવન ખાતે લગાવવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈને તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ સખીઓને ગામડે-ગામડે જઈને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરવા આહવાન કર્યું હતું જેથી ગુજરાત સમગ્ર દેશ માટે કૃષિ ક્ષેત્રે રોલ મોડેલ બની શકે.
    Click here to Read More
    Previous Article
    પાટણ-બનાસકાંઠામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ:વેરાવળ 20 મિનિટમાં જળબંબાકાર, ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી
    Next Article
    નવસારી મનપાની 52 બેઠક માટે ભાજપમાં રસાકસી:13 વોર્ડમાં 347 દાવેદારો, 26 એપ્રિલે ભાવી નક્કી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment