Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી મનપાની 52 બેઠક માટે ભાજપમાં રસાકસી:13 વોર્ડમાં 347 દાવેદારો, 26 એપ્રિલે ભાવી નક્કી થશે

    13 hours ago

    નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં કુલ 347 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. નિરીક્ષકોની ત્રણ અલગ-અલગ ટીમો દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર 5, 6 અને 13માં સૌથી વધુ રસાકસી જોવા મળી હતી. આ ત્રણેય વોર્ડમાં 33-33 દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. નવસારીમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી હોવાથી પક્ષના જૂના અને અનુભવી કાર્યકરોએ પણ ચૂંટણી લડવામાં સક્રિય રસ દાખવ્યો છે. ચૂંટણી વિશ્લેષકોના મતે, વોર્ડ નંબર 13 સૌથી વધુ રસપ્રદ રહેશે. આ વોર્ડમાં આદિવાસી અને ઉજળિયાત બંને જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ છે, જેના કારણે કોઈપણ પક્ષ માટે આ બેઠક જીતવી પડકારજનક બની રહેશે. આ વોર્ડના મતદારો ઉમેદવાર કે પક્ષના વિજયમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારના કુલ 1,87,875 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 52 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. નિરીક્ષકોની ટીમે માત્ર મહાનગરપાલિકા જ નહીં, પરંતુ તાલુકા અને જિલ્લા પંચાયતના દાવેદારોના પણ ફોર્મ સ્વીકારી પ્રક્રિયા હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં રાજ્યપાલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંમેલન:રાસાયણિક ખેતીના જોખમો પર ચિંતા, ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા
    Next Article
    અમરેલીમાં હથિયાર જમા કરાવવા કલેક્ટરનો આદેશ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પરવાનેદારોને 7 દિવસમાં હથિયાર જમા કરવા ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment