Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના ધોલેરામાં વરસાદી ઝાપટા વરસ્યા:ગરબા આયોજકોની ચિંતા વધી, આજે રાજકોટ-નર્મદા સહિત 7 જિલ્લામાં હળવા વરસાદની શક્યતા

    11 hours ago

    અમદાવાદ સહિત રાજ્ય ભરમાં ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છેકે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આજથી આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. રાજ્યમાં હળવા વરસાદની આગાહી વચ્ચે ધોલેરા પંથકમાં આઠમની બપોરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જોરદાર વરસાદી ઝાપટા વરસતા ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ. તો બીજી તરફ નવરાત્રઇના આયોજકોમાં ચિંતા વ્યાપી. આજે આ 7 જિલ્લામાં હળવા વરસાદની આગાહી આવતીકાલે 4 જિલ્લામાં વરસાદી પડી શકે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદ થઈ શકે વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું હતું કે, હવામાનની સિસ્ટમ અંગે વાત કરીએ તો દક્ષિણ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં દરિયાઈ સપાટીથી 5.8 કિલોમીટર સુધી એક અન્ય સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેના પ્રભાવથી 19 ઓક્ટોબર આસપાસ દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક હળવું દબાણ (લો પ્રેશર એરિયા) સર્જાવાની શક્યતા છે. ન્યૂનતમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં 'આ સિવાય હાલ પૂરતું રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની સંભાવના છે. આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ કે ન્યૂનતમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. પવનની ગતિ અંગે ગુજરાતના દરિયાકાંઠા માટે માછીમારોને હાલ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. જોકે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી પવનો અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાની શક્યતા છે.' સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ, લોકોને ગરમીનો અનુભવ રાજ્યમાં હાલ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાતાં લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે, જેમાં રાજકોટમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ એટલે કે રાજ્યનું સૌથી ઊંચું 40.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં 39.3, ડીસામાં 38.7, ભુજમાં 38.6, જૂનાગઢમાં 38.4, નલિયામાં 38.2, સુરતમાં 37.5, વડોદરામાં 37.2, અમદાવાદમાં 37 અને ભાવનગરમાં 36.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. તેમજ ગાંધીનગર, પોરબંદર, કંડલા, દમણ, દીવ, વેરાવળ, ઓખા અને દ્વારકા જેવા વિસ્તારોમાં તાપમાન 31.2 થી 36 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાતાં સમગ્ર રાજ્યમાં પારો ઊંચકાયેલો રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Imran Khan पहुंचे Bombay High Court, Leave India नोटिस को दी चुनौती | Imran Khan Bombay High Court
    Next Article
    કચ્છમાં મીની ટેમ્પો અને બોલેરો વચ્ચે સામસામે ટક્કર:માંડવી-મુન્દ્રા રોડ પર એકનું મોત, 5 લોકો હોસ્પિટલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment