Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસિડ એટેક કેસના આરોપીની જામીન અરજી નામંજૂર:વર્ષ 2019માં નજીવી બાબતે યુવતી પર એસિડ ફેકી ફરાર થયો હતો, પોલીસે તાજેતરમાં આરોપીને ઝડપી જેલમાં ધકેલ્યો

    8 hours ago

    વલસાડ કોર્ટે 2019ના એસિડ એટેક કેસના આરોપી ચંદનસિંહ રાજપુતની જામીન અરજી નામંજૂર કરી છે. વાપીના એડિશનલ સેશન્સ જજ એચ. જી. પંડ્યાએ આ મહત્વનો હુકમ કર્યો છે, જેનાથી આરોપીને મોટો ઝટકો લાગ્યો છે. આ ઘટના 5 નવેમ્બર, 2019ના રોજ વાપીના ચલા વિસ્તારની ચાલમાં બની હતી. ભોગ બનનાર 18 વર્ષીય યુવતી તેની કંપનીમાં રજા હોવાથી ઘરે હતી અને તેણે અન્ય એક કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું. આ વાતની જાણ તેના કૌટુંબિક મામા અને આરોપી ચંદનસિંહ રાજપુતને થઈ હતી. યુવતીએ આરોપીને આ બાબત કોઈને ન કહેવા જણાવ્યું હોવા છતાં, તેણે યુવતીની બહેનપણીને ફોન કરીને જાણ કરી દીધી હતી. આ બાબતે યુવતીએ પોતાના પિતાને ફોન કરી ફરિયાદ કરી અને આરોપી મામાને ધમકી આપી કે, "આ વાત હું તમારા પિતાજીને પણ કહીશ." આ વાતનું મનદુઃખ રાખીને, જ્યારે યુવતી બપોરે પલંગ પર સૂઈ રહી હતી, ત્યારે આરોપીએ તેને જાનથી મારી નાખવાના ઈરાદે બંને હાથે તેનું ગળું દબાવી દીધું હતું. જોકે, યુવતી જાગી જતાં અને ગળું છોડાવતાં, આરોપી બાજુમાં આવેલા બાથરૂમમાંથી એસિડની બોટલ લાવી તેના મોઢા પર ફેંકી દીધું હતું. જેના કારણે યુવતીનો ચહેરો ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટના બાદ આરોપી રૂમનો દરવાજો બહારથી બંધ કરીને નાસી છૂટ્યો હતો. વાપી ટાઉન પોલીસે આ મામલે આઈપીસી કલમ 307 (હાફ મર્ડર) અને 326(A) (એસિડ એટેક) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વર્ષ 2019થી નાસતા ફરતા આ આરોપીની તાજેતરમાં જ વાપી ટાઉન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેલના સળિયા પાછળ ધકેલાયેલા આરોપી ચંદનસિંહ રાજપુતે મુક્ત થવા માટે વાપી કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. અદાલતમાં સુનાવણી દરમિયાન ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની ધારદાર દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને, એડિશનલ સેશન્સ જજ એચ. જી. પંડ્યાએ આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વ્યારામાં નગરવાસીઓનો પાણી માટે પોકાર:નગરપાલિકાની બેદરકારી અને ચીફ ઓફિસરનો અણઘડ વહીવટ, વોર્ડ નં-7થી મહિલાઓ રજૂઆત કરવા જતાં જવાબદારો ગાયબ!
    Next Article
    નિવૃત Dysp અશોકસિંહ ચૌહાણના પુત્ર-પુત્રીને જામીન આપતી હાઈકોર્ટ:બંનેએ ફરિયાદીને ગાળો આપ્યાની અને હાથમાં પાઇપ હોવાનો આક્ષેપ હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment