Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં અશાંત ધારાના ભંગ અને હેરાનગતિના આક્ષેપો:હિન્દુ સમાજે વિશાળ રેલી યોજીને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું, અશાંત ધારાનો કડક અમલ કરીને શંકાસ્પદ ફાઈલની તપાસ કરો

    15 hours ago

    ભાવનગર શહેરમાં અશાંત ધારાનો ભંગ થતો હોવાની તેમજ ચોક્કસ વિસ્તારોમાં સ્થાનિકોને અસામાજિક તત્વો દ્વારા હેરાન કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતા આજે ભાવનગરના હિન્દુ સંગઠનો અને સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ટાઉનહોલથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ‘​ઘરોની આસપાસ માંસના ટુકડા અને ઈંડાના છોતરાં નાખવામાં આવે છે’ ગીતા ચોક અને કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓને માનસિક રીતે સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે રહેવાસીઓ જણાવ્યું હતું કે, ઘરોની આસપાસ માંસના ટુકડા અને ઈંડાના છોતરાં નાખવામાં આવે છે. જે જૈન અને બ્રાહ્મણ સમાજ માટે અત્યંત આઘાતજનક અને અસહ્ય છે, ઘરમાં મહિલાઓ એકલી હોય ત્યારે અજાણ્યા લોકો આવીને મકાન વેચવા માટે દબાણ કરે છે અને વધારે પૈસાની લાલચ આપે છે. લાઉડસ્પીકરનો ઘોંઘાટ, ભરચક વિસ્તારમાં બાળકો દ્વારા બેફામ વાહન ચલાવવા જેવી પ્રવૃત્તિઓથી વિસ્તારમાં અસલામતીનો માહોલ છે. અશાંત ધારાનો કડક અમલ કરીને શંકાસ્પદ ફાઈલની તપાસ કરો ​પૂર્વ મેયર રીના શાહ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર કિશોરભાઈ ભટ્ટે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાવનગરની ડેમોગ્રાફી બદલાઈ રહી છે, જે ચિંતાજનક છે. તેમણે માગણી કરી છે કે, ​અશાંત ધારાનો કડક અમલ કરવામાં આવે અને શંકાસ્પદ ફાઈલોની ફરીથી તપાસ થાય. ​ગીતા ચોક અને બોરડીગેટ વિસ્તારમાં પોલીસ ચોકી સ્થાપવામાં આવે અને પોલીસનું સઘન પેટ્રોલિંગ વધારવામાં આવે. હિન્દુ સમાજ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ​હિન્દૂ સમાજના આગેવાન અશોક ગોહિલએ જણાવ્યું હતું કે, 14 લાખના લાંચ પ્રકરણમાં જે ડ્રાઈવર સસ્પેન્ડ થયો હતો, તે તપાસની વર્તમાન સ્થિતિ જાહેર કરવામાં આવે. ​આ આવેદન પત્ર સ્વીકારતા કલેક્ટર અને પોલીસ તંત્રએ હિન્દુ સંગઠનોને આ બાબતે સઘન અને તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે, જો તંત્ર દ્વારા વહેલી તકે નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો હિન્દુ સમાજ આંદોલન વધુ ઉગ્ર બનાવશે, જેની તમામ જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે.
    Click here to Read More
    Previous Article
    ચંદ્રુમાણા ગામે ગૌરી માતા મંદિરે પૂર્ણિમા યજ્ઞ યોજાયો:સુરતના વ્યાસ પરિવારે ગ્રામ કલ્યાણ માટે યજ્ઞમાં આહુતિ આપી
    Next Article
    વ્યારામાં નગરવાસીઓનો પાણી માટે પોકાર:નગરપાલિકાની બેદરકારી અને ચીફ ઓફિસરનો અણઘડ વહીવટ, વોર્ડ નં-7થી મહિલાઓ રજૂઆત કરવા જતાં જવાબદારો ગાયબ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment