Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તલગાજરડામાં હનુમંત ઉત્સવ સંપન્ન:જીવનની ઊર્જા વધારતા સાત આહારની મોરારિબાપુએ કરી વ્યાખ્યા

    2 days ago

    તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં છેલ્લા 48 વર્ષથી યોજાતો હનુમંત સંગીત નૃત્ય મહોત્સવ આ વર્ષે પણ ભવ્ય રીતે સંપન્ન થયો. હનુમાન જયંતીના પાવન અવસરે 49 માં ચતુર્દિવસીય મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે વિવિધ ક્ષેત્રના 13 જેટલા કલાધરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શબાના આઝમીએ અનુભવી સામાજિક જવાબદારી હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીને ‘નટરાજ એવોર્ડ’ થી નવાજવામાં આવ્યા. સન્માન સ્વીકારતા તેમણે જણાવ્યું કે, તેમને અનેક પુરસ્કારો મળ્યા છે, પરંતુ મોરારિબાપુના હસ્તે મળેલું આ સન્માન હૃદયસ્પર્શી છે અને તેનાથી તેમની સામાજિક જવાબદારી વધી હોય તેવો અનુભવ થાય છે. તેમણે કલા દ્વારા સામાજિક ક્રાંતિ લાવવાની મક્કમતા પણ વ્યક્ત કરી હતી. મોરારિબાપુનું ઊર્જાસભર માર્ગદર્શન આ પ્રસંગે આશીર્વચન આપતા પૂજ્ય બાપુએ જીવનની ઊર્જાને ઉર્ધ્વગામી બનાવતા ‘સાત આહાર’ વિશે વાત કરી. તેમણે ગાયન, વાદન, નર્તન, એકાંત, મૌન, મંત્ર અને ભજનને આહાર ગણાવ્યા. બાપુએ ઉમેર્યું કે, હનુમાનજી મહારાજ આ કળાઓથી પ્રસન્ન થાય છે અને સમાજના વિવિધ વર્ગો વચ્ચે સેતુ બાંધવાનું કાર્ય કરે છે. 13 પ્રતિભાઓનું બહુમાન મહોત્સવમાં સુસાઈ કન્નૂ કુલંદેઈ સામી (સદ્ભાવના એવોર્ડ), કનુ પટેલ (કૈલાસ લલિતકલા એવોર્ડ), શ્યામલ મુનશી અને સૌમિલ મુનશી (અવિનાશ વ્યાસ એવોર્ડ) તેમજ વસંતકુમાર મ. ભટ્ટ (વાચસ્પતિ એવોર્ડ) ને સન્માનિત કરાયા. શુચિતા વાય. મહેતાને ભામતી એવોર્ડ, જ્યારે રમેશભાઈ બી. નાયક, અરવિંદ વૈદ્ય અને કંવરજીત પેન્ટલને નટરાજ એવોર્ડ અપાયા. હનુમંત એવોર્ડ મેળવનારાઓમાં રતિકાંત મહાપાત્ર, ઓજસ અઢિયા, દેબાશીશ ભટ્ટાચાર્ય અને કૌશિકી ચક્રબર્તીનો સમાવેશ થાય છે. તમામ વિજેતાઓને રોકડ રાશિ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરાયા હતા. આ સમારોહમાં સંતોષદાસજી મહારાજ, મુરલી બાબા અને ગોપાલબાબા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સંચાલક હરિશ્ચંદ્ર જોશીની 50 વર્ષની સેવાને પણ બાપુએ બિરદાવી હતી. સમગ્ર આયોજન જયદેવભાઈ માંકડ અને નિલેશભાઈ વાવડીયાના સહયોગથી સફળ રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અયોધ્યામાં બુરખો પહેરીને લૂંટ કરનાર છોકરી હિન્દુ નીકળી:રમકડાની પિસ્તોલ બતાવીને 3.6 લાખનો સોનાનો હાર લૂંટ્યો, બોયફ્રેન્ડ સાથે બાઇક પર ભાગી ગઈ હતી
    Next Article
    અમરેલીમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારો સાંભળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment