Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારો સાંભળ્યા

    10 hours ago

    અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારોએ ટિકિટની માંગણી કરી છે, જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સેન્સ પ્રક્રિયા છેલ્લા બે દિવસથી ચાલી રહી છે. જેમાં સવારથી મોડી રાત સુધી દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ભાજપના નિયમો અનુસાર, દાવેદારો ફોર્મ ભરી રહ્યા છે અને નિરીક્ષકો તેમને કેટલાક પ્રશ્નો પૂછીને તેમની ઉમેદવારીની માંગણીઓ સ્વીકારી રહ્યા છે. અમરેલી જિલ્લામાં એક જિલ્લા પંચાયત, અગિયાર તાલુકા પંચાયત અને છ નગરપાલિકાનો સમાવેશ થાય છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના દાવેદારો અને કાર્યકરોને ઝોન વાઈઝ નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા આજે મોડી રાત સુધી ચાલુ રહેશે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આ પ્રક્રિયા માટે નિરીક્ષકોની ટીમ નિયુક્ત કરવામાં આવી છે. જેમાં પૂર્વ પ્રદેશ કન્વીનર મીડિયા સેલ જગદીશભાઈ ભાવસાર, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, પૂર્વ ધારાસભ્ય ડો. માયાબેન કોડનાની, પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ, પૂર્વ મેયર બિજલબેન પટેલ, પ્રદેશ સંયોજક વિજયભાઈ પુરોહિત, પૂર્વ મેયર બિપીનભાઈ સિક્કા, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ રાઠોડ અને પૂર્વ શહેર મહામંત્રી કનુભાઈ દેસાઈ જેવા અગ્રણીઓ દાવેદારોને સાંભળી રહ્યા છે. ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોની વધતી સંખ્યાને કારણે જિલ્લાના પાંચ વિધાનસભાના ધારાસભ્યોની ચિંતામાં વધારો થયો છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલથી ધારાસભ્યો પર કાર્યકરોનું દબાણ વધશે અને ટિકિટ માટે ભલામણના કોલ શરૂ થશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    તલગાજરડામાં હનુમંત ઉત્સવ સંપન્ન:જીવનની ઊર્જા વધારતા સાત આહારની મોરારિબાપુએ કરી વ્યાખ્યા
    Next Article
    વલસાડના દરિયાકિનારેથી સુરતના રત્નકલાકારનો મૃતદેહ મળ્યો:ઘરેથી ઓફિસે જવાનું કહીને નીકળ્યા ને વલસાડ પહોંચી ગયા; PM રિપોર્ટમાં મોતનું કારણ અસ્પષ્ટ, FSL રિપોર્ટની રાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment