Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં મહિલાઓએ અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય આપ્યું:છઠ્ઠ મહાપર્વમાં 36 કલાકના નિર્જળા ઉપવાસ સાથે પરિવારની સુખ-સમૃદ્ધિ અને સંતાનના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઉત્તર ભારતીય સમાજના છઠ્ઠ મહાપર્વની ઉજવણી થઈ. વ્રતધારી મહિલાઓએ 36 કલાકના નિર્જળા ઉપવાસ સાથે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય આપ્યું અને પરિવારની સુખ-સમૃદ્ધિ તથા સંતાનના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી. મહેતાપુરા અને ન્યુ મહાવીરનગરને જોડતા હાથમતી વિયર પરના ઓવરબ્રિજ નજીક નદી કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા. રવિવારે સાંજે મહિલાઓ સહિતના શ્રદ્ધાળુઓ પૂજા માટે ઘાટ પર પહોંચ્યા હતા. છઠ્ઠ પૂજા માટે હાથમતી નદીના ઘાટને શણગારવામાં આવ્યો હતો. દિવાળી પછી ઉજવાતા ચાર દિવસીય છઠ્ઠ મહાપર્વની શરૂઆત પરંપરાગત વિધિઓથી થાય છે. વ્રતધારીઓ સાત્વિક ભોજન કર્યા બાદ 36 કલાકનો નિર્જળા ઉપવાસ કરે છે. વ્રતધારી મહિલાઓએ નદીમાં સ્નાન કરી પરંપરા મુજબ સિંદૂર ધારણ કર્યું હતું. ત્યારબાદ પૂજાની સામગ્રી સાથે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય આપી પૂજા કરી હતી. તેમણે સંતાનના કલ્યાણ, લાંબા આયુષ્ય, પરિવારની સુખ-સમૃદ્ધિ અને મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી. હિંમતનગરમાં છેલ્લા 10 વર્ષથી હાથમતી નદીના કિનારે છઠ્ઠ પૂજાનું આયોજન થાય છે. ઉત્તર ભારતીય સમાજ માટે આ પર્વ ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. આવતીકાલે વહેલી સવારે વ્રતધારી મહિલાઓ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપશે. ત્યારબાદ છઠ્ઠ મહાપર્વના વ્રતની પૂર્ણાહુતિ થશે.
    Click here to Read More
    Previous Article
    Vijay Deverakonda Shares Japan Holiday Pics With Rashmika, Calls Her 'Home'
    Next Article
    જન્મદિવસે વાત્સલ્ય સેવા મિત્ર મંડળે વૃક્ષારોપણ કર્યું:જન્મેશભાઈ પ્રવિણભાઈ પરમારના જન્મદિવસે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment