Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ:વડાલી તાલુકા પંચાયતની સેન્સ પૂર્ણ, અન્ય સ્થળોએ પ્રક્રિયા ચાલુ

    11 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપના દાવેદારોની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયતો, ત્રણ નગરપાલિકાઓ અને એક નગરપાલિકાની પેટાચૂંટણી માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આજે વડાલી તાલુકા પંચાયતની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જ્યારે તલોદ, પ્રાંતિજ તાલુકા પંચાયત અને હિંમતનગર નગરપાલિકાની પ્રક્રિયા ચાલુ છે. આ સેન્સ પ્રક્રિયા ગઈકાલે ગુરુવારે સવારે 9 વાગ્યે હિંમતનગરના કળશ પાર્ટી પ્લોટ ખાતે શરૂ થઈ હતી. પ્રથમ દિવસે સાંજે 7.30 વાગ્યા સુધીમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો સામે 120 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. આ ઉપરાંત, ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની 20 બેઠકો સામે 62, વિજયનગરની 18 બેઠકો સામે 56, હિંમતનગરની 28 બેઠકો સામે 116 અને પોશીના તાલુકા પંચાયતની 20 બેઠકો સામે 58 દાવેદારોએ સેન્સ આપી હતી. વડાલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે 68 દાવેદારોની સેન્સ લેવાઈ હતી. આમ, પ્રથમ દિવસે કુલ 144 બેઠકો સામે અંદાજે 480 દાવેદારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી. બીજા દિવસે, શુક્રવારે સવારે 9 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા ફરી શરૂ થઈ હતી. જેમાં સૌપ્રથમ વડાલી તાલુકા પંચાયતની 16 બેઠકો સામે 72 દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ છે. હાલમાં પ્રાંતિજ અને તલોદ તાલુકા પંચાયત તેમજ હિંમતનગર નગરપાલિકાની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. બપોર બાદ ઇડર તાલુકા પંચાયત, ઇડર નગરપાલિકા અને પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 2 સહિતની બેઠકો માટે દાવેદારોની સેન્સ લેવાશે. બે દિવસની આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સાંજે જિલ્લા સંકલન બેઠક યોજાશે. આ બેઠકમાં દાવેદારોની પેનલ તૈયાર કરીને આગળ મોકલવામાં આવશે. આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવા માટે ભાજપ દ્વારા બે ટીમોની રચના કરવામાં આવી છે. ટીમ-1 માં ગાંધીનગર શહેર પ્રમુખ આશિષભાઈ દવે, પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્ય અને પૂર્વ પોરબંદર જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, તથા પૂર્વ શહેર પ્રમુખ અને મહિલા મોરચાના સ્મિતાબેન જોશીનો સમાવેશ થાય છે. ટીમ-2 માં પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જામનગરના પૂર્વ જિલ્લા પ્રભારી અને પૂર્વ જિલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા, તેમજ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ડૉ. દેવાંગીબેન મૈયડનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    મમતાએ કહ્યું-મતદાર યાદીમાં ઘુસણખોરો હોય તો મોદી કેવી રીતે જીત્યા?:તેમણે પહેલા રાજીનામું આપવું જોઈએ; અધિકારીઓની બદલી કરવામાં આવી જેથી બહારના લોકો અહીં આવી શકે
    Next Article
    દિલ્લીના બે ગઠિયાએ રૂ. 4.62 કરોડ પડાવ્યા:અમદાવાદના વેપારીઓ પાસેથી મોટાપાયે કાપડ ખરીદી પૈસા ન ચૂકવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment