Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધાપરવાડી શાળામાં નંદ ઉત્સવની ઉજવણી:462 વિદ્યાર્થીનીઓએ રાધા-કૃષ્ણ વેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

    13 hours ago

    મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં નંદ ઉત્સવ અને મટકી ફોડ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી પર્વ પૂર્વે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને ભગવાન શ્રીકૃષ્ણના વ્યક્તિત્વ અને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો હતો. બાળકોએ રાધા-કૃષ્ણના વેશ ધારણ કરી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્યો અને ગીતો રજૂ કર્યા હતા. શાળામાં ‘બેસ્ટ કૃષ્ણ’ અને ‘બેસ્ટ રાધા’ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. કુલ 462 વિદ્યાર્થીનીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવી હતી. શાળા દ્વારા બેગલેસ ડે જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડવાનો પ્રયાસ કરાય છે. આ નંદ ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રેનના AC કોચમાં દારૂની બોટલો ભરેલી બેગનો ઢગલો, VIDEO:બાંદ્રાથી ભુજ ટ્રેનમાં દારૂની 5 બૂટલેગર ખેપ મારતા મુસાફરોએ 3ને પકડીને સુરત RPFને સોંપ્યા, 2 ફરાર
    Next Article
    ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વડોદરામાં દારૂનો નાશ:વડોદરામાં કોયલી ચેકપોસ્ટ પાસે 31 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment