Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખવડ ગામે ખેતરના પાઈપમાં અજગર ફસાયો:ભારે જહેમત બાદ સુરક્ષિત રેસ્ક્યુ, તારંગાના જંગલોમાં મુક્ત કરાયો

    4 days ago

    મહેસાણા નજીક આવેલા લાખવડ ગામે વન્યજીવ પ્રેમીઓની સતર્કતાને કારણે એક વિશાળ અજગરનો જીવ બચાવી તેને કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો છે. લાખવડ ગામના ખેડૂત દિનેશજી ઠાકોરના ખેતરમાં પાણીની પાઈપમાં એક અજગર ફસાઈ ગયો હોવાની જાણ થતા જ સેવાભાવી સંસ્થાઓ મદદે દોડી આવી હતી. ભારે જહેમત બાદ પાઈપમાં ફસાયેલા અજગરનું રેસ્ક્યુ આ ઘટનાની વિગત મુજબ ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતને પાઈપ લાઈનમાં અજગર હોવાનું જણાતા તાત્કાલિક ધોરણે મહેસાણાના 'સદભાવના ફાઉન્ડેશન' અને 'નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવાર'નો સંપર્ક કરવામાં આવ્યો હતો. વન્યજીવોના સંરક્ષણ માટે જાણીતી આ બંને સંસ્થાઓના સભ્યો તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ પાઈપમાં ફસાયેલા અજગરનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. અજગરને તારંગાના ગાઢ જંગલોમાં મુક્ત કરાયો રેસ્ક્યુ કરાયેલા આ અજગરને બાદમાં તેની સુરક્ષા અને ખોરાકની અનુકૂળતાને ધ્યાને રાખી તારંગાના ગાઢ જંગલોમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સદભાવના ફાઉન્ડેશન અને નિજાનંદ ગ્રુપ વર્ષોથી મહેસાણા જિલ્લામાં નિઃસ્વાર્થ ભાવે કાર્યરત છે. સેવાભાવી સંસ્થાઓ મદદે દોડી આવી'તી રહેણાંક કે ખેતીવાડી વિસ્તારમાં ચડી આવતા સરીસૃપ જીવોને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર પકડીને તેમને તેમના મુક્ત અને કુદરતી વાતાવરણમાં સુરક્ષિત પહોંચાડવાની ઉમદા કામગીરી આ સંસ્થાઓ દ્વારા સતત કરવામાં આવી રહી છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક ગ્રામજનો અને પ્રકૃતિ પ્રેમીઓએ બિરદાવી હતી.
    Click here to Read More
    Previous Article
    'ગોરાટ મંદિર બચાવે તેવા નેતાઓએ જ વોટ માંગવા':'અશાંતધારો' છતાં અન્ય ધર્મના લોકોને ફ્લેટ અપાતા રોષ, મહારાજે કહ્યું-'ભાજપ જ મંદિર વિરુદ્ધ કામ કરે છે'
    Next Article
    વિકાસ થી વંચિત રહેવાસીઓનો તંત્ર સામે ઉગ્ર રોષ:જૂનાગઢ વોર્ડ 10ના શીતલાકુંડના વિકાસ કામ અટવાતા રહેવાસીઓમાં રોષ, 50 લાખની ગ્રાન્ટ છતાં કામગીરી શૂન્ય; 7 દિવસમાં કામ નહીં શરૂ થાય તો ઉપવાસની ચીમકી...

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment