Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગોરાટ મંદિર બચાવે તેવા નેતાઓએ જ વોટ માંગવા':'અશાંતધારો' છતાં અન્ય ધર્મના લોકોને ફ્લેટ અપાતા રોષ, મહારાજે કહ્યું-'ભાજપ જ મંદિર વિરુદ્ધ કામ કરે છે'

    4 days ago

    મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ શહેરના અડાજણ વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. તાડવાડી સ્થિત ઐતિહાસિક ગોરાટ હનુમાન મંદિરની સુરક્ષા અને અશાંતધારાના ઉલ્લંઘનને મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરની આસપાસના વિસ્તારોમાં અને સોસાયટીઓના ગેટ પર વિરોધ પ્રદર્શન કરતા પોસ્ટરો અને બેનરો લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે કે, 'જો ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું.' સ્થાનિકોનો આક્ષેપ છે કે અશાંતધારો અમલી હોવા છતાં નિયમોને નેવે મૂકીને અન્ય ધર્મના લોકોને અહીં વસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અંશાતધારો લાગુ હોવા છતાં તે વિસ્તારમાં બિલ્ડર દ્વારા અન્ય ધર્મના લોકોને ફ્લેટ આપવામાં આવતા હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. 'ગોરાટ મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું' સ્થાનિક રહીશો દ્વારા લગાડવામાં આવેલા પોસ્ટરોમાં ખૂબ જ આક્રમક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મંદિરની બિલકુલ પાછળ જે મોટી બિલ્ડિંગનો પ્રોજેક્ટ બની રહ્યો છે, તે મંદિરના અસ્તિત્વ અને સુરક્ષા માટે જોખમરૂપ છે. હનુમાન જયંતિના પવિત્ર અવસરે જ આ પ્રકારના પોસ્ટરો સામે આવતા સુરતનું રાજકારણ ગરમાયું હતું અને શાસક પક્ષ માટે આગામી ચૂંટણીમાં મુશ્કેલીઓ ઊભી થાય તેવા સંકેતો મળી રહ્યા છે. 'અમે જ ભાજપને લાવ્યા હતા, હવે એ જ મંદિર વિરુદ્ધ કામ કરે છે' ગોરાટ હનુમાન મંદિરના પૂજારી શિવલહરી ગોસ્વામીએ આ મામલે સરકાર સામે સીધો મોરચો માંડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 'હું છેલ્લા 23-24 વર્ષથી અહીં પૂજા કરું છું. આ વિસ્તાર સંપૂર્ણપણે હિન્દુ બહુમતી ધરાવે છે. જો અહીં અન્ય ધર્મના લોકો રહેવા આવશે તો તે મંદિર અને અહીંની જનતા બંને માટે હાનિકારક સાબિત થશે. ભાજપ સરકાર ભગવા ઝંડા અને સાધુ-સંતોના ટેકાથી સત્તા પર આવી છે, પરંતુ અત્યારે તે ભગવાની વિરુદ્ધ અને સંતોની વિરુદ્ધ કામ કરી રહી હોય તેવું લાગે છે. જ્યારે ભાજપનું કોઈ નામ નહોતું જાણતું ત્યારે અમે ગામડાઓમાં મિટિંગો કરીને તેમને સમર્થન અપાવ્યું હતું, પણ હવે અમારે આવી સરકાર જોઈતી જ નથી.' 'અમે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છીએ' સ્થાનિક રહીશ કુશમનભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે, આ પ્રોજેક્ટ માટે અશાંતધારાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, 'અમે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છીએ અને 4થી 5 વાર આવેદન પત્ર આપી ચૂક્યા છીએ. અશાંતધારો અમલમાં હોવા છતાં અન્ય ધર્મના લોકોને અહીં રહેવા માટે પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. અમે હાઈકોર્ટ સુધી લડત આપી છે, પરંતુ કોઈ રાજકીય પક્ષ કે નેતાએ અમને સાથ આપ્યો નથી. 18 મીટરના રોડ પર 21 માળની બિલ્ડીંગને કઈ રીતે મંજૂરી મળી ગઈ? આ તમામ પરમિશન ગેરકાયદેસર છે.' 'મને ક્ષત્રિય જાણી ફ્લેટ ન આપ્યો, પણ અહીં અન્ય ધર્મના લોકો માટે લાલ જાજમ' વિજયભાઈ જરીવાલા નામના રહીશે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, 'જ્યારે હું આ બિલ્ડરના અન્ય પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવવા ગયો ત્યારે હું ક્ષત્રિય જ્ઞાતિનો હોવાથી મને ફ્લેટ આપવામાં આવ્યો નહોતો. તો પછી અહીં હિન્દુ વિસ્તારમાં અન્ય ધર્મના લોકોને કેમ વસાવવામાં આવી રહ્યા છે? નિયમ મુજબ અહીં માત્ર 14 માળની મંજૂરી મળી શકે તેમ છે, તેની જગ્યાએ 21 માળનું બાંધકામ થઈ રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે ત્રણ માળનું કામ પૂરું થઈ ગયું ત્યાં સુધી SMCની મંજૂરી નહોતી, અને પછી અચાનક મંજૂરી મળી ગઈ. જો કોઈ સામાન્ય માણસ નાનું બાંધકામ કરે તો તંત્ર તોડી પાડે છે, તો અહીં કેમ મૌન છે?' મંદિરની ગરિમા જાળવવામાં મદદ કરશે તેને જ 5000 પરિવાર વોટ આપશે આ વિવાદ હવે માત્ર બાંધકામ પૂરતો મર્યાદિત નથી રહ્યો પણ ચૂંટણીના મુદ્દામાં પરિવર્તિત થયો છે. તાડવાડી અને હનુમાન ચોક વિસ્તારના અંદાજે 5000 પરિવારોએ એકસૂરે નક્કી કર્યું છે કે જે નેતા કે પક્ષ આ ગેરકાયદેસર વસાહત રોકવામાં અને મંદિરની ગરિમા જાળવવામાં મદદ કરશે, તેને જ વોટ આપવામાં આવશે. સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે કોઈ પણ પક્ષની વિચારધારા કરતા પોતાના વિસ્તારની સુરક્ષા અને અશાંતધારાના કડક અમલીકરણને પ્રાધાન્ય આપશે. જો સાત દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ચૂંટણી પહેલા અશાંતધારાનો મુદ્દો નિર્ણાયક બનશે સુરતના પશ્ચિમ વિસ્તારમાં અશાંતધારો હંમેશા સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. ગોરાટ હનુમાન મંદિર પાસેની આ ઘટનાએ સાબિત કર્યું છે કે લોકો હવે જાગૃત થયા છે. અન્ય ધર્મના લોકોના પ્રવેશ સામેનો આ વિરોધ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. એક તરફ શ્રદ્ધાનો વિષય છે અને બીજી તરફ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન, આ બંને વચ્ચે ઘેરાયેલા રાજકીય પક્ષો માટે હવે 'વોટ બેંક' બચાવવી મુશ્કેલ બની રહી છે. જોવાનું એ રહેશે કે તંત્ર અને સરકાર આ ગંભીર મુદ્દે શું પગલાં ભરે છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડાના ઉગામેડીમાં બાળકોને નોટબુક-પેનનું વિતરણ:કોળી સમાજના ઉપાધ્યક્ષે વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં શિક્ષણને પ્રોત્સાહન આપ્યું
    Next Article
    લાખવડ ગામે ખેતરના પાઈપમાં અજગર ફસાયો:ભારે જહેમત બાદ સુરક્ષિત રેસ્ક્યુ, તારંગાના જંગલોમાં મુક્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment