Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસ થી વંચિત રહેવાસીઓનો તંત્ર સામે ઉગ્ર રોષ:જૂનાગઢ વોર્ડ 10ના શીતલાકુંડના વિકાસ કામ અટવાતા રહેવાસીઓમાં રોષ, 50 લાખની ગ્રાન્ટ છતાં કામગીરી શૂન્ય; 7 દિવસમાં કામ નહીં શરૂ થાય તો ઉપવાસની ચીમકી...

    15 hours ago

    જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં આવેલ નવાનગરવાડા વિસ્તારનું ઐતિહાસિક અને પૌરાણીક શીતલાકુંડ મંદિર છેલ્લા ઘણા સમયથી વિકાસના અભાવે અવ્યવસ્થિત સ્થિતિમાં છે. ધાર્મિક અને સામાજિક રીતે અત્યંત મહત્વ ધરાવતા આ સ્થળે વર્ષ દરમિયાન અનેક તહેવારો અને પ્રસંગોએ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે, છતાં અહીં મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે શીતળા સાતમ, મોટી સાતમ જેવા તહેવારો ઉપરાંત શ્રાવણ મહિનાના દરેક સોમવારે દીપમાળાના પ્રસંગે અહીં હજારો ભાવિકો ભેગા થાય છે. છતાં, તંત્ર દ્વારા સ્થળના વિકાસ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ભાવિકોને તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ શીતલાકુંડના વિકાસ માટે જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા 50 લાખ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ વિકાસ કામ ફેઝ-1 અને ફેઝ-2 હેઠળ હાથ ધરવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને તેની માહિતી ધારાસભ્યની ત્રિવેણી સંગમ પત્રિકામાં પણ પ્રકાશિત કરવામાં આવી હતી. આ જાહેરાતથી સ્થાનિકોમાં આશા જાગી હતી કે હવે શીતલાકુંડનો વિકાસ થશે અને અહીં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે.પરંતુ, વાસ્તવિક પરિસ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી રહી છે. આજદિન સુધી સ્થળ પર કોઈ પણ પ્રકારનું વિકાસ કામ શરૂ થયું નથી. માત્ર પ્લાન અને નકશા તૈયાર થઈ રહ્યા હોવાના આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ જમીન પર કોઈ કામગીરીનો અણસાર પણ દેખાતો નથી. આથી સ્થાનિકોમાં નિરાશા અને રોષ બંને વધી રહ્યા છે. આ મુદ્દે શીતલાકુંડ વિસ્તારના રહેવાસી મિહિર મહેતાએ જણાવ્યું હતું કે તેઓએ અગાઉ 9 માર્ચ 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનરને મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો આગામી સાત દિવસમાં શીતલાકુંડના રિનોવેશનનું કામ શરૂ નહીં કરવામાં આવે તો તેઓ પ્રતિક ઉપવાસ પર બેસવા મજબૂર બનશે. બીજી તરફ, સ્થાનિક રહેવાસી નારાયણ મેઘજી ઝાલાએ પણ તંત્ર સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં અને અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. તેમણે ઉમેર્યું કે શિવરાત્રી અને હનુમાન જયંતી જેવા મોટા તહેવારો પસાર થઈ ગયા હોવા છતાં, કોઈ પણ અધિકારી કે સત્તાધીશે આ સ્થળની મુલાકાત લીધી નથી કે વિકાસ કામ ક્યારે શરૂ થશે તેની સ્પષ્ટતા કરી નથી.તંત્રની આ ઢીલી નીતિ સામે હવે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રહીશોનું કહેવું છે કે આ સ્થળ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ મહત્વ ધરાવે છે, છતાં તેને અવગણવામાં આવી રહ્યું છે. સ્થળ પર સાફસફાઈ, બેસવાની વ્યવસ્થા, પાણી અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત છે. આ પરિસ્થિતિથી કંટાળી શીતલાકુંડ વિસ્તારના રહીશોએ 2 એપ્રિલ 2026ના રોજ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જો સાત દિવસની અંદર વિકાસ કામ શરૂ નહીં થાય, તો તેઓ પ્રતિક ઉપવાસ પર બેસશે. સાથે જ તેમણે આંદોલન કરવાની પણ ચેતવણી આપી છે. આવેદનપત્રમાં રહીશોએ જણાવ્યું છે કે શીતલાકુંડનું ઐતિહાસિક અને પૌરાણીક મહત્વ જાળવવા માટે તાત્કાલિક ધોરણે વિકાસ કામ શરૂ કરવું જરૂરી છે. તેઓએ કમિશનરને આ મુદ્દે ગંભીરતાથી વિચારવા અને ત્વરિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે તેઓ લાંબા સમયથી શાંતિપૂર્ણ રીતે રજૂઆતો કરતા આવ્યા છે, પરંતુ હવે તેમની સહનશક્તિનો અંત આવી રહ્યો છે. જો તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ઉપવાસ કરવા મજબૂર બનશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હાલમાં સમગ્ર મામલે તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. હવે જોવાનું રહ્યું કે સ્થાનિકોના આ આંદોલનની ચેતવણી પછી તંત્ર કોઈ તાત્કાલિક પગલાં લે છે કે નહીં.
    Click here to Read More
    Previous Article
    લાખવડ ગામે ખેતરના પાઈપમાં અજગર ફસાયો:ભારે જહેમત બાદ સુરક્ષિત રેસ્ક્યુ, તારંગાના જંગલોમાં મુક્ત કરાયો
    Next Article
    ભરૂચમાં ગુડ ફ્રાયડે નિમિત્તે ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ:ખ્રિસ્તી અનુયાયીઓએ ઉપવાસ સાથે ઈસુના બલિદાનને યાદ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment