Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ગુડ ફ્રાયડે નિમિત્તે ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ:ખ્રિસ્તી અનુયાયીઓએ ઉપવાસ સાથે ઈસુના બલિદાનને યાદ કર્યા

    13 hours ago

    ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારે ગુડ ફ્રાયડેની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શહેર અને જિલ્લાના વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી અનુયાયીઓ જોડાયા હતા. ગુડ ફ્રાયડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતના પાપોના નિવારણ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવે છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રુસ પર ચઢાવી યાતનાઓ આપવામાં આવી હતી, જેની સ્મૃતિમાં ખ્રિસ્તી વિશ્વાસીઓ ઉપવાસ રાખી પ્રાર્થના અને ભક્તિમાં લીન રહે છે. ભરૂચ શહેરમાં આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ, બંબાખાના સ્થિત CNI ચર્ચ તેમજ કેથલિક ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. આ સભાઓમાં ભક્તિગીતો, બાઈબલના વચનો અને પ્રાર્થનાઓ દ્વારા ઈસુના બલિદાનને યાદ કરાયું હતું. આ પ્રસંગે એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચના પાળક રેવ. જગદીશ ખ્રિસ્તીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધ્યા હતા. તેમણે ઈસુ ખ્રિસ્તના બલિદાનનો સંદેશ આપ્યો અને માનવતા, પ્રેમ તથા ક્ષમાના મૂલ્યો પર ભાર મૂક્યો. તેમણે દેશ, દુનિયા અને ભરૂચ શહેરની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આમ, ભરૂચ જિલ્લામાં ગુડ ફ્રાયડેનો તહેવાર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મનાવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વિકાસ થી વંચિત રહેવાસીઓનો તંત્ર સામે ઉગ્ર રોષ:જૂનાગઢ વોર્ડ 10ના શીતલાકુંડના વિકાસ કામ અટવાતા રહેવાસીઓમાં રોષ, 50 લાખની ગ્રાન્ટ છતાં કામગીરી શૂન્ય; 7 દિવસમાં કામ નહીં શરૂ થાય તો ઉપવાસની ચીમકી...
    Next Article
    Iran - Israel War Update | ઈરાનનો ઈઝરાયેલ પર વધુ એક વખત મિસાઈલ હુમલો | Gujarati Samachar | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment