Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભાજપ દ્વારા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા તેજ:રીવાબા જાડેજા સહિત નિરીક્ષકોએ દાવેદારોની રજૂઆતો સાંભળી

    4 days ago

    પાટણ જિલ્લામાં 26 એપ્રિલે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયાના બીજા દિવસે ત્રણ સભ્યોની નિરીક્ષક સમિતિ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ દાવેદારો અને કાર્યકરોનો અભિપ્રાય લેવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવાના ભાગરૂપે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ લેવાની કામગીરીનો પ્રારંભ થયો છે. આ પ્રક્રિયા માટે પક્ષ દ્વારા ત્રણ સભ્યોની વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા અને સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ નિરીક્ષકો બે અલગ-અલગ સ્થળોએ દાવેદારોની રજૂઆતો સાંભળી રહ્યા છે અને પાયાના કાર્યકરો પાસેથી ઉમેદવારો અંગેના અભિપ્રાયો મેળવી રહ્યા છે. બીજા દિવસે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના દાવેદારો માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરાયું હતું. જેમાં પ્રથમ તબક્કે પાટણ નગરપાલિકા માટે ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ સિદ્ધપુર નગરપાલિકાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીજી તરફ, હારીજ ખાતે આવેલી રોહિત કોટન ઇન્ડસ્ટ્રીમાં હારીજ, શંખેશ્વર અને ચાણસ્મા તાલુકાના ઉમેદવારોના સેન્સ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ બેઠકો દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા અને ટેકો જાહેર કરવા ઉમટી પડ્યા હતા. પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો અને સિદ્ધપુર નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકો સહિત કુલ 80 બેઠકો માટે દાવેદારોની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. સેન્સ પ્રક્રિયા પહેલા રાષ્ટ્રીય કિસાન મોરચાના અધ્યક્ષ બાબુભાઈ જેબલીયાએ જણાવ્યું હતું કે, "ટિકિટ મળે કે ન મળે, પાર્ટી માટે કામ કરવું જોઈએ."નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલા આ અભિપ્રાયો અને મળેલી રજૂઆતોના આધારે એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ આગામી સમયમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે. નિરીક્ષકોના અહેવાલ અને પક્ષના આંતરિક સર્વેના આધારે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવામાં આવશે. ચૂંટણીની તારીખ નજીક હોવાથી ભાજપ દ્વારા વહેલી તકે સક્ષમ ઉમેદવારોના નામ જાહેર કરવાની દિશામાં કવાયત તેજ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં બે ટ્રક અથડાતાં એકનું મોત:નબીપુર પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો;કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા ભારે જહેમત
    Next Article
    બોટાદના સમતા બુદ્ધ વિહારમાં ચૈત્ર પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો:ભિક્ખુણી ઉત્પલવર્ણાની ઉપસ્થિતિમાં ધમ્મ દેશના અને પ્રવચનો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment