Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના સમતા બુદ્ધ વિહારમાં ચૈત્ર પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો:ભિક્ખુણી ઉત્પલવર્ણાની ઉપસ્થિતિમાં ધમ્મ દેશના અને પ્રવચનો યોજાયા

    4 days ago

    બોટાદના સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર ખાતે 02-04-26 ના રોજ સાંજે 7 કલાકે ચૈત્ર માસ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રામણેર બૌદ્ધ ભિક્ખુણી વંદનીય ઉત્પલવર્ણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ભગવાન બુદ્ધને પુષ્પ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરને ફુલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો. ત્યારબાદ બૌદ્ધ સાધુ દ્વારા ત્રિશરણ, પંચશીલ અને બુદ્ધ વંદના કરવામાં આવી. રાહુલભાઈ વાજાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. 'ધર્મ અને તેનું તત્વજ્ઞાન' વિષય પર જયંતિભાઈ ચાવડા, અમૃતભાઈ કલીવડા, મયુરભાઈ જમોડ, મોન્ટુભાઈ માળી, બિજલભાઈ પરમાર અને હિંમતભાઈ ગોહિલ સહિતના વક્તાઓએ પ્રવચનો આપ્યા. ભિક્ખુણી ઉત્પલવર્ણાજીએ 'સમ્યક જીવનની આધારશિલા' પર ધમ્મ દેશના આપી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કર્મચારીઓને બૌદ્ધ ઉપોસથ કેલેન્ડર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગીરીશભાઈ પરમારે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું, જ્યારે દીપકભાઈ સોલંકીએ આભારવિધિ કરી. બોધિરાજ બૌદ્ધ દ્વારા સમાપન ગાથા બોલીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ ઉત્સવમાં વિનોદભાઈ ભાદરકા, હરેશભાઈ પરમાર, બોધિરાજ બૌદ્ધ, મૌલેશભાઈ સોલંકી, ડાયાભાઈ ચાવડા, પ્રિતેશભાઈ ચાવડા, અલ્પેશ ખુમાણ, રાજેશભાઈ જાદવ, મનિષભાઈ પરમાર, મુકેશભાઈ ચૌહાણ, અમરાભાઈ બથવાર, કાળુભાઈ વાજા, કિરણભાઈ બથવાર, દિનેશભાઈ કાનપરીયા, ભાવેશભાઈ પરમાર, પ્રકાશભાઈ મકવાણા, જગદીશભાઈ ગોહિલ, ભુપતભાઈ ચૌહાણ, સાહિલ વાજા, પ્રતિભા બૌદ્ધ, નિરમાબેન પરમાર, આરતિબેન ભાદરકા, લક્ષ્મીબેન બથવાર, દીપ્તિબેન પરમાર સહિત મોટી સંખ્યામાં બૌદ્ધ ઉપાસક-ઉપાસિકાઓ અને સમાનતાવાદીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે હરેશભાઈ પરમાર, વિનોદભાઈ ભાદરકા અને ડાયાભાઈ ચાવડા તરફથી સુજાતા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સૌ ઉપસ્થિતોએ લાભ લીધો. આ ઉપરાંત, દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટાદ શહેરમાં વૈશાખી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ધમ્મ પદયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ભાજપ દ્વારા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા તેજ:રીવાબા જાડેજા સહિત નિરીક્ષકોએ દાવેદારોની રજૂઆતો સાંભળી
    Next Article
    IPS केके बिश्नोई-अंशिका वर्मा की शादी के बाद नाराज क्‍यों हुए अखिलेश यादव? SP नेताओं को दी खास नसीहत

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment