Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં બે ટ્રક અથડાતાં એકનું મોત:નબીપુર પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો;કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા ભારે જહેમત

    2 days ago

    ભરૂચ જિલ્લામાં વડોદરા-સુરત નેશનલ હાઈવે પર નબીપુર નજીક માંચ પાટિયા પાસે આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અથડામણ એટલી જોરદાર હતી કે એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ નબીપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં લાજ કાઢી દેરાણી-જેઠાણી ટિકિટ માંગવા આવ્યા:અમદાવાદમાં નેતા-પુત્રોની દાવેદારી, હાસ્ય કલાકાર ધીરુ સરવૈયાનો દીકરો ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યો
    Next Article
    પાટણમાં ભાજપ દ્વારા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા તેજ:રીવાબા જાડેજા સહિત નિરીક્ષકોએ દાવેદારોની રજૂઆતો સાંભળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment