Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં લાજ કાઢી દેરાણી-જેઠાણી ટિકિટ માંગવા આવ્યા:અમદાવાદમાં નેતા-પુત્રોની દાવેદારી, હાસ્ય કલાકાર ધીરુ સરવૈયાનો દીકરો ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યો

    17 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26 એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. આજે(3 એપ્રિલ) અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શાહીબાગમાં ખાડિયા વોર્ડની સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા છે. જેમાં પૂર્વ MLA ભૂષણ ભટ્ટના પુત્ર જૈવલ ભટ્ટ અને ખાડિયા વોર્ડમાંથી ચૂંટણી લડી ચૂકેલા પૂર્વ કોર્પોરેટર મયુર દવેના પુત્ર શાલીન દવેએ પણ દાવેદારી નોંધાવી છે. તો રાજકોટ જિલ્લા પંચાયતની લોધિકા બેઠક પર હાસ્ય કલાકાર ધીરુ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે. ધીરુ સરવૈયા પણ ભાજપના સભ્ય છે. તો સુરતમાં લાજ કાઢી દેરાણી-જેઠાણી ટિકિટ માંગવા આવ્યા છે. ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે 3 એપ્રિલ ગુરૂવારના રોજ અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં નિરીક્ષકો ઉમેદવારી નોંધાવવા આવતા દાવેદારોને સાંભળશે, ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા માટે જે ફોર્મ ભરાવવામાં આવે છે તેમાં દાવેદારીના ફોર્મ ઉપરાંત એક અન્ય ફોર્મ પણ ભરાવવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લી ત્રણ ચૂંટણીની માહિતી ભરવાની છે જેમાં કયા વર્ષમાં ચૂંટણી લડ્યા છે. તેમાં હાર થઈ કે જીત થઈ તેની વિગતો ભરવાની રહેશે. અગાઉ કોઈ પદ મેળવી ચૂક્યા છે કે તેની પણ વિગતો આપવાની રહેશે. આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને તક મળશે ઉલ્લેખનીય છે કે, 2 એપ્રિલના રોજ ગાંધીનગરમાં ભાજપની સેન્ટ્રલ ઈલેકશન કમિટી (CEC)ની બેઠક મળી હતી. જેમાં આગામી ચૂંટણીમાં 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ લડી ચૂકેલા કોર્પોરેટરોને રિપિટ નહીં કરવા પાર્ટીએ મન બનાવી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કે આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને તક મળશે.
    Click here to Read More
    Previous Article
    મને ચૂપ કરાવ્યો, હું હાર્યો નથી:ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું- હું સુનામી બનીને પાછો ફરીશ, AAPનો જવાબ- મોદીથી ડરેલાં વ્યક્તિ શું બોલશે
    Next Article
    ભરૂચમાં બે ટ્રક અથડાતાં એકનું મોત:નબીપુર પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો;કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા ભારે જહેમત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment