Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીમખેડાના માંન્લીમાં મકાનમાં આગ:પરિવાર અને પશુઓ સમયસર બહાર નીકળતા મોટી જાનહાનિ ટળી

    18 hours ago

    લીમખેડા તાલુકાના માંન્લી ગામે ગત રાત્રિએ એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મહેશભાઈ પ્રતાપભાઈ પટેલનું આખું મકાન અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, પરિવારના સભ્યો અને પશુઓનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહેશભાઈનો પરિવાર રાત્રિનું ભોજન પતાવીને સૂવાની તૈયારી કરી રહ્યો હતો. રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ મકાનના એક ભાગમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ પરિવારના સભ્યોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક મકાનમાંથી બહાર નીકળી ગયા હતા. તેમણે ઘરના આંગણે બાંધેલા પશુઓને પણ સમયસર છોડી દેતા તેમનો જીવ બચી ગયો હતો. મહેશભાઈનું મકાન કાચું અને લાકડાનું બનેલું હોવાથી તેમજ રાત્રિના સમયે પવનનું જોર વધુ હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ એટલી ઊંચી ઉઠી હતી કે દૂરથી પણ સ્પષ્ટ દેખાતી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણી વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ દેવગઢ બારિયા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક માંન્લી ગામે પહોંચી હતી. ઇમરજન્સી સેવા 108 અને લીમખેડા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલા જ લાકડાનું મકાન સંપૂર્ણપણે બળી ગયું હતું. ફાયર વિભાગે આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ અગ્નિકાંડમાં મહેશભાઈ પટેલના મકાનમાં રહેલું અનાજ, જીવનજરૂરી સામાન અને રોકડ રકમ સહિતની તમામ ઘરવખરી બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે. કોઈ જાનહાનિ ન થઈ હોવા છતાં, આ આગે પરિવારને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. હાલ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી:કુબેરધામ ખાતે નિશાકાલીન લંગુરયાગ અને ઉમિયા મંદિર પરિસરમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાયા
    Next Article
    વર્લ્ડ ઓટિઝમ જાગૃતિ દિવસે વિશેષ કાર્યક્રમ યોજાયો:મહેસાણાની દિશા સ્કૂલના દિવ્યાંગ બાળકોની રંગારંગ પ્રસ્તુતીમાં વાલીઓ અભિભૂત થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment