Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્લ્ડ ઓટિઝમ જાગૃતિ દિવસે વિશેષ કાર્યક્રમ યોજાયો:મહેસાણાની દિશા સ્કૂલના દિવ્યાંગ બાળકોની રંગારંગ પ્રસ્તુતીમાં વાલીઓ અભિભૂત થયા

    21 hours ago

    વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ 2 એપ્રિલ નિમિત્તે ટાઉન હોલ, મહેસાણા ખાતે ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ, દ્વારા વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ. ટ્રસ્ટ સંચાલિત દિશા સ્કૂલ અને મહેસાણા મહાનગર પાલિકાના સહયોગથી ટાઉન હોલમા આયોજિત રંગારગ કાર્યક્રમમા સ્કૂલના બાળકોએ તેમના ડાન્સ , હનુમાન ચાલીસા, સૂર્ય નમસ્કાર, દેશભક્તિ ગીત ના પ્રદર્શન થકી વાલીઓ અને મહેમાનો ને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા 27 વર્ષ ( વર્ષ 1988) થી આવા બાળકો માટે સમાવેશક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ સમાજમાં ઓટિઝમ અને દિવ્યાંગતા અંગે જાગૃતિ ફેલાવવાનો અને બાળકોની ક્ષમતાઓને પ્રોત્સાહિત કરવાનો હતો. બાળકોની પ્રતિભા, આત્મવિશ્વાસ અને મહેનતનો સુંદર પ્રતિબિંબ આ પ્રસ્તુતિઓમાં જોવા મળ્યો.આ પ્રસંગે સંસ્થા દ્વારા દિશા શાળાના વિશેષ શિક્ષકો શ્રીમતી નિમિષાબેન ચૌધરી અને રાકેશભાઇ સોનગરા ને તેમની ઉત્તમ કામગીરી બદલ સન્ન્માનિત કરવામા આવ્યા હતા. કાર્યક્રમ અંતે સંસ્થાના ડાયરેક્ટર વિષ્ણૂભાઇ ચૌધરીએ સમાજને આહ્વાન કર્યું કે તેઓ આવા બાળકોને સ્વીકાર અને સમાન તક આપીને સાચા અર્થમાં સમાવેશક સમાજની રચના માટે સહયોગ આપે. દર 68 મા થી એક બાળક ઓટિઞમ દિવ્યાંગ‎ ભારત મા એક સર્વેક્ષણ અનુસાર દર 68 બાળકો એ એક બાળક ઓટિઝમ દિવ્યાંગતા ધરાવે છે ,જેના જવાબદાર કારણો મા મુખ્યત્વે બાળક ની અપુર્ણ અથવા મોડી તપાસ અને આ બાબતે જાગૃકતા નો અભાવ ભાગ ભજ્વતો હોય છે. અને આવી જાગૃતિ વધુ ને વધુ ફેલાવી શકાય તે હેતુ થી આ કાર્યક્રમમાં ઓટિઝમ તથા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતા બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી, જે અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયક રહી.
    Click here to Read More
    Previous Article
    લીમખેડાના માંન્લીમાં મકાનમાં આગ:પરિવાર અને પશુઓ સમયસર બહાર નીકળતા મોટી જાનહાનિ ટળી
    Next Article
    IPL Today Match 2026, CSK vs PBKS: Date, Time, Venue, Predicted Playing XI, Head-to-Head, Pitch Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment