Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી:કુબેરધામ ખાતે નિશાકાલીન લંગુરયાગ અને ઉમિયા મંદિર પરિસરમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાયા

    2 days ago

    સમગ્ર દેશ સહિત હિંમતનગરમાં પણ હનુમાન જયંતિના પવિત્ર પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મહાવીરનગર વિસ્તારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન દ્વારા બજરંગબલીના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો, જેમાં કુબેરધામ ખાતે યજ્ઞ અને ઉમિયા મંદિર પરિસરમાં હનુમાન ચાલીસાના સામુહિક પાઠ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કુબેરધામ: નિશાકાલીન લંગુરયાગ અને ભવ્ય અન્નકૂટ મહાવીરનગર સ્થિત કુબેરધામ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ પૂજન-અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમિયા મંદિર: સામુહિક હનુમાન ચાલીસા અને રામધૂન બીજી તરફ, મહાવીરનગરના જ ઉમિયા મંદિર પરિસરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને ગાયત્રી પરિવારના સહયોગથી ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર (શાંતિકુંજ, હરિદ્વાર) અને કાંકરોલ ગાયત્રી પ્રજ્ઞાપીઠ દ્વારા પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યના સાનિધ્યમાં આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામધૂન, હનુમાન ચાલીસાના પાઠ, શ્રીરામ સ્તુતિ અને સમૂહ આરતી કરવામાં આવી હતી. સાથે જ ભગવાન શ્રીરામ અને હનુમાનજીના જીવન ચરિત્ર વિશે પ્રેરણાદાયી ચર્ચાઓ કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓનો મહેરામણ આ બંને ધાર્મિક કાર્યક્રમોમાં હિંમતનગરના સ્થાનિક રહીશો, બાળકો, વડીલો અને મોટી સંખ્યામાં માતૃશક્તિએ ઉપસ્થિત રહી દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ફ્લાઇટમાં 60% સીટ ફ્રી આપવાના નિર્ણય પર રોક:સરકારે 15 દિવસમાં નિર્ણય બદલ્યો, ઘણી એરલાઇન્સે આપત્તિ દર્શાવી હતી
    Next Article
    લીમખેડાના માંન્લીમાં મકાનમાં આગ:પરિવાર અને પશુઓ સમયસર બહાર નીકળતા મોટી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment