Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં કમોસમી વરસાદ:વેરાવળ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે રસ્તાઓ પર પાણી

    10 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વેરાવળ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે આશરે 5:30 વાગ્યે કમોસમી વરસાદ શરૂ થયો હતો. ભર ઉનાળાની ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. ગાજવીજ સાથેના વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માત્ર 15થી 20 મિનિટ સુધી પડેલા મુશળધાર વરસાદને કારણે શહેર અને ગામડાંના રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે સવારે બહાર નીકળેલા લોકો અને વાહનચાલકોને થોડા સમય માટે અવરજવરમાં મુશ્કેલી પડી હતી. આ કમોસમી વરસાદની ખેડૂતો પર મિશ્ર અસર જોવા મળી શકે છે. એક તરફ ગરમીથી રાહત મળતા કેટલાક પાકને ફાયદો થઈ શકે છે, જ્યારે બીજી તરફ અચાનક પડેલા ભારે વરસાદથી અમુક પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી:ભક્તોએ કેક કાપી, પ્રસાદ વહેંચી પવનપુત્રનો જન્મદિવસ ઉજવ્યો
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:મહેસાણામાં વધુ 67 વિદ્યાર્થી કાપલી સાથે પકડાયા,પાટણમાં 41 કોપીકેસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment